ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ દળમાં શિસ્ત અને શારીરીક ફીટનેસ તથા ટીમ સ્પીરીટની ભાવના ઉદભવે તે માટે રમત ખુબ જ અગત્યની બાબત હોવાથી રાજકોટ શહેર પોલીસ દ્વારા ડીજીપી કપ હોકી સ્પર્ધાનું મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ, રાજકોટ શહેર ખાતે આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગુજરાત રાજય પોલીસ દળની પુરૂષોની 09 તથા મહિલાઓની 04 ટીમોએ ભાગ લઇ આ હરિફાઇમાં ભાગ લીધેલો હતો.
- Advertisement -
આ હરીફાઇની ઓપનીંગ સેરેમનીમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ઉપસ્થિત રહેલ જ્યારે અન્ય અધિકારી ઓમાં અધિક પોલીસ કમિશ્નરમહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-1 સજનસિંહ પરમાર, નાયબ પોલીસ કમિશનર ઝોન-0ર જગદીશ બાંગરવા, નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક પુજા યાદવ નાઓ તેમજ તમામ એસીપી ઓ ઉપસ્થિત રહેલ હતા.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા સા એ પોતાના ઉદબોધનમાં હરીફાઇમાં ભાગ લેનાર વિવિધ શહેર તથા યુનિટોમાંથી આવેલ તમામ ટીમોનુ અભિવાદન કરી ખેલાડીઓને ખુબ મહેનત કરી ખેલદીલીથી રમત રમવા અને સારૂ પ્રદર્શન કરી ગુજરાત પોલીસનુ નામ રોશન કરવા જણાવેલ. ગુજરાત પોલીસમાં શારિરીક ફિટનેસ અને શિસ્ત-ટીમભાવના જળવાઇ રહે તેના માટે પરેડ ની સાથો સાથ વિવિધ સ્પોર્ટસ ની સ્પર્ધાઓનુ પણ આયોજન કરવામાં આવે છે. જેમાં ડીજીપી કપ હોકી સ્પર્ધા – 2024નુ આયોજન રાજકોટ શહેર ને સોપવામાં આવેલ છે. જેના ભાગ રૂપે આ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવેલ છે. આ હરીફાઇમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી ટુર્નામેન્ટ ખુલ્લી જાહેર કરી હતી.
આ હરીફાઇને સફળ બનાવવા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, હોકી રાજકોટ, સીનર્જી હોસ્પિટલ વિગેરે નો સહયોગ મળેલ હતો.