એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ સ્પાઇસજેટ પર 10 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. ઉૠઈઅએ તેના બોઈંગ 737 ખઅડ એરક્રાફ્ટના પાઇલટ્સને ખરાબ સિમ્યુલેટર પર તાલીમ આપવા માટે આ દંડ લગાવ્યો છે, કારણ કે તે એરક્રાફ્ટની સુરક્ષાને અસર કરી શકે છે.
DGCAએ ગયા મહિને સ્પાઈસજેટના 90 પાઈલટોને મેક્સ એરક્રાફ્ટ ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેને ખબર પડી કે પાઈલટોને યોગ્ય તાલીમ આપવામાં આવી નથી. પાઇલોટ્સ પર પ્રતિબંધ મૂક્યા પછી નિયમનકારે એરલાઈનને શોકોઝ નોટિસ જાહેર કરી. ડીજીસીએના જણાવ્યા અનુસાર એરલાઈન દ્વારા મોકલવામાં આવેલ જવાબ સાચો ન હોવાનું જાણવા મળ્યું હતું.
- Advertisement -
પીટીઆઈના અહેવાલ મુજબ એરલાઈન્સ દ્વારા આપવામાં આવતી તાલીમ ફ્લાઈટની સલામતી પર ખરાબ અસર કરી શકે છે અને તેથી તેને રદબાતલ ગણવામાં આવે છે. તેથી, DGCAએ તેના મેક્સ એરક્રાફ્ટના પાઈલટ્સને તાલીમમાં ખરાબ સિમ્યુલેટરનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા બદલ રૂ. 10 લાખનો દંડ ફટકાર્યો છે, એમ અહેવાલમાં જણાવાયું છે.