તમામના રિમાન્ડ પુરાં થતાં આજે કોર્ટમાં રજૂ કર્યા
આજે વેરાવળ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકાના ચિત્રોડ ગીર ગામ પાસે અમદાવાદ નાં સનાથલ ગામના યુવાન ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર લુંટ-હત્યાનો પ્રયાસ અને રાયોટીંગ નાં કથિત બનાવની વધુ તપાસ માટે મુખ્ય આરોપી ડાયરા કલાકાર દેવાયત ખવડ સહિત તેમના છ મળતીયાઓ સાત દિવસની પોલીસ રીમાન્ડ ઉપર હતાં જે આજે પુરી થતાં તાલાલા કોર્ટમાં રજૂ કર્યા હતા.તાલાલા કોર્ટે સાતેય આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતા તમામ આરોપીઓ જુનાગઢ જેલહવાલે થયાં છે.દેવાયત ખવડ તથા છ આરોપીઓને વેરાવળ સેશન્સ કોર્ટમાં ગઈ કાલે જામીન અરજી કરી છે જેની આજે ગુરૂવારે સુનાવણી થશે.



