ગત શ્રાવણ માસમાં 2.50 લાખ ભાવિકો પૂજામાં જોડાયા હતા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા શ્રાવણ રૂપી 30 દિવસીય શિવોત્સવ દરમિયાન સોમનાથ મહાદેવને પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવનાર છે. ટ્રસ્ટની વેબસાઇટ પરથી ભક્તો બિલ્વપૂજા ઘરબેઠા નોંધાવી શકશે અને આ બિલ્વાર્ચન સોમનાથ મહાદેવને પૂજારી દ્વારા કરવામાં આવશે. ત્યારે પ્રત્યેક ભકત પ્રથમ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઇ પૂણ્ય પ્રાપ્પ કરી શકેતેના માટે સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારંભ કરી રહ્યુ છે.
ગત શ્રાવણ માસમાં બિલ્વપુજા સેવા શરૂ કરવામાં આવી હતી. ર.પ0 લાખ જેટલા પરિવારોએ આ પૂજા નોંધાવી હતી અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રૂદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત દેશભરમાં ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવ્યા હતા.
- Advertisement -
આ વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિલીંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને માત્ર રૂા.25ની ન્યોછાવર રાશિથી બીલીપત્ર પૂજનના પૂણ્યઅર્જનની સાથે-સાથે સોમનાથ ટ્રસ્ટ ભક્તોના આવેલા એડ્રેસ પર બિલ્વપૂજાના બીલીપત્ર, રૂદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલશે તા.3/9/24 સુધી આ બિલ્વ પૂજા ભાવિકો નોંધાવી શકશે.