મહંત તનસુખગીરી બાપુની ગંદકી ન કરવા ભાવિકોને અપિલ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર લીલી પરિક્મા કરવા લાખોની સંખ્યામાં ભાવિકો જયારે પધાર્યા છે ત્યારે પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ગિરનાર પર્વત પર આવેલ ધર્મ સ્થાનોના દર્શન કરવા પધાર્યા હતા. ત્યારે ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિર પરિસર આસપાસ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને દર્શન કરવા ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. ભાવિકો પરિક્રમા પૂર્ણ કરી ગિરનાર દેવ દર્શન કરવા હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યારે અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુએ યાત્રિકોને અનુરોધ કર્યો હતો કે, ગિરનાર પર્વત પર આવતા ભાવિકો પ્લાસ્ટીકનો કચરો જયાં ત્યાં ફેકીને ધર્મ સ્થાનો આસપાસ ગંદકી ન ફેલાઇ તેવી એક ભાવિકોને અપિલ કરી હતી.
ભાવિકો પરિક્રમા પૂર્ણ કરી ગિરનાર દેવ દર્શને સેંકડોની સંખ્યામાં ઉમટી પડ્યા



