ખાસ-ખબર સંવાદદાતા
અષ્ટ્રાંના યોગ દિવ્ય દેહના સાધક એવા યોગ પુરુષ રાજર્ષિમુનિએ મહાપ્રયાણ કરતા આજે તેમના દેહને અંતિમ દર્શન માટે લીંબડીના જાખણ સ્થિત રાજરાજેશ્ર્વરધામ આશ્રમ ખાતે લવાયો હતો. મુનિશ્રીના અંતિમ દર્શન માટે ભાવિકો ભારે સંખ્યામાં સૌરાષ્ટ્ર્ર અને અન્ય પ્રાંતમાંથી ઉમટી પડયા હતા. આજે સવારે અગ્યાર વાગ્યા સુધી અંતિમ દર્શન અને બપોરે મુનિશ્રીના દિવ્ય દેહના અગ્નિ સંસ્કારવિધિ કરાશે. તસવીરમાં ઉમટી પડેલા દર્શનાર્થીઓ અને સંસ્કારવિધિની અંતિમ કરાઇ હતી.
રાજર્ષિમુનિના અંતિમ દર્શન માટે ભાવિકો ઉમટયા: અગ્નિ સંસ્કારવિધિ કરાઇ
