ખાસ-ખબર ન્યૂઝ અમરેલી,
ખાંભા તાલુકા બાબરપરા ગામ નજીક આવેલ સુપ્રસિદ્ધ હનુમાનગાળા મંદિર આવેલું છે. આ મંદિર ખાતે ગુજરાત ભરમાંથી મોટી સંખ્યાની માત્રમાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે અહીં શ્રદ્ધાળુઓ આસ્થાનું કેન્દ્ર છે. આ હનુમાન ગાળા મંદીરમાં વન વિભાગ દ્વારા આ મંદિરમાં પૂંજારી અન્ય કોઈ પણ વ્યક્તિએ રાત વાસો કરાવાનો નથી મંદીર ખાલી કરવાનુ છે તેવુ વન વિભાગે મૌખિક સૂચના આપવામાં આવતા ભાવિ-ભક્તો અને શ્રદ્ધાળુઓમાં રોશની લાગણી વાપી ગઈ હતી. જ્યારે અમરેલી જિલ્લા ભરના શ્રદ્ધાળુઓ અને ભાવિ ભકતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે ખાંભા શહેરના વેપારીઓએ પણ હનુમાનગાળા મંદિરના સમર્થનમાં આવ્યાં. સ્વયંભૂ ખાંભા શહેર સજ્જડ બંધ પાળયુ હતું. જે બાદ ખાંભા માર્કેટિંગ યાર્ડ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા અને વન વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ખાંભા માર્કેટિંગ યાર્ડ થી મામલતદાર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. અને ઝરમરતા વરસાદ વચ્ચે ધારાસભ્ય જે.વી કાકડિયા તેમજ ભાજપ નેતા અંબરીષ ડેર પણ જોડાયા હતાં. સાથોસાથ ખાંભાના ગ્રામ્ય વિસ્તારોના સરપંચો સહિત મોટી સંખ્યામા ભાવી-ભકતોએ જય જય શ્રી રામ ના નારા સાથે ખાંભા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને તાત્કાલિક અસરથી પગલા લેવાની માંગ કરી હતી. અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને જેને લઇ પોલીસ વિભાગ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવાયો હતો.
અમરેલી જિલ્લામાં આવેલા ખાંભા પંથકના ગીર જંગલ નજીક આવેલા હનુમાનગાળા મંદિર સમગ્ર વિસ્તારમાં એક આસ્થાનું કેન્દ્ર છે, પૌરાણિક મંદિર આવેલા છે. અમરેલી જિલ્લા સહિત અન્ય જિલ્લામાંથી લોકો અહીં આવી રહ્યા છે. ત્યારે આજે સ્થાનિકો અને વનવિભાગ સામે વિવાદો ઉભા થયા છે. ખાંભા પંથકના આસપાસના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ખાંભા શહેર સજ્જડ બંધ રાખી વેપારીઓએ સમર્થન જાહેર કરી વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી રેલી સ્વરૂપે મામલતદાર કચેરીમાં પહોંચી આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી. જેમાં ધારાસભ્ય જે.વી.કાકડીયા, પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર સહિત સ્થાનિક સરપંચો સહિત લોકો જોડાયા હતા.