સોમવતી અમાસ અને શ્રાવણના સોમવારે તીર્થ ક્ષેત્રમાં ભાવિકોના ઘોડાપૂર
અમાસના દિવસે સ્નાન સાથે પિપળે પાણી રેડી પિતૃ કાર્યનો અનેરો મહિમા
- Advertisement -
દામોદર કુંડ ખાતે બે દિવસમાં અડધા લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
શ્રાવણ મહિના પવિત્ર પર્વે આ વર્ષે પાંચ સોમવારનો સંયોગ જોવા મળ્યો છે ત્યારે આજે પાંચમો સોમવાર અને સોમવતી અમાસનો દિવસ ખાસ મહત્વ ધરાવે છે.ત્યારે જૂનાગઢ ગિરનાર તીર્થ ક્ષેત્રમાં અનેક ધર્મસ્થાનો આવેલા છે.જેમાં ખાસ શિવ મંદિરોમાં આજે વિષેશ પૂજન અર્ચન સાથે મહાઆરતી અને ભગવાન ભોળાનાથને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે.જયારે અમાસના દિવસે દામોદર કુંડનું અનેરું મહત્વ છે.ત્યારે ગઈકાલ થીજ શ્રધાળું ખુબ મોટી સંખ્યમાં ઉમટી પડ્યા આજે આજે વેહલી સવારથી ભાવિકોએ દામોદર કુંડ ખાતે સ્નાન વિધિ સાથે પીપળે પાણી રેડી અને શાસ્ત્રોક વિધિ અનુસાર પિતૃ તર્પણ કરીને પિતૃ કાર્ય કર્યું હતું. ભાદરવી અમાસના દિવસે પિતૃ તર્પણ અને સ્નાન વિધિનું અનેરૂ મહત્વ છે. પ્રાચિન દામોદરકુંડ પિતૃઓના મોક્ષાર્થે મોક્ષ પીપળા ખાતે પાણી રેડી, દાન પૂણ્ય કરી પૂણ્યનું ભાથુ બાંધવા લાખો ભાવિકો આવે છે. તળેટી વિસ્તારમાં માનવ મેદનીથી મેળાનો માહોલ સર્જાયો છે.
- Advertisement -
પિતૃ તર્પણ કરવા ભીડ થતી હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો દામોદરકું ખાતે પહોંચી ગયા હતા. સોનાપુરીથી તળેટી તરફ જતો રસ્તો એક માર્ગીય કરવામાં આવ્યો હતો. દામોદરકુંડ તરફ જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જેથી ભાવિકો પગપાળા દામોદરકુંડ પહોંચ્યા હતા. સોનાપુરીથી તળેટી સુધીના માર્ગો પર એક ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, હોમગાર્ડ, ટ્રાફિક અને મહિલાકર્મી સહિત 125 પોલીસ કર્મીઓને બંદોબસ્ત માટે રાખવામાં આવ્યા હતા. સોનાપુરી પાસે અને દારોદરકુંડ ખાતે ખાસ રાવટી રાખવામાં આવી હતી. પાજનાકા પુલ અને અશોક શિલાલેખ પાસે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા-શરબત તથા ફરાળ સહિતનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. જંગલ વિસ્તારમાં પડેલા ભારે વરસાદ બાદ દામોદરકુંડમાં પાણીની અવિરત આવક થઇ રહી છે. સ્નાનવિધિ અને પિતૃ તર્પણ કરવા આવતા ભાવિકો કુંડમાં ડુબે નહીં તે માટે ફાયર વિભાગની ચાર ટીમો સ્વિમીંગ કીટ, ફાયર ફાયટર સહિતના સાધનો સાથે દામોદરકુંડના ઘાની બંને સાઇડ પર તરવૈયાઓને રાખવામાં આવ્યા હતા.
ગિરનાર જટાશંકર, ભવનાથ, ભૂતનાથ મંદિર સહિત શિવાલયોમાં ભોલેનાથની ગુંજ
શ્રાવણ માસના પાંચમાં સોમવારે શિવાલય મંદિરોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો હતો. જેમાં ગિરનારનું પ્રવેશદ્વાર એવા જટાશંકર મહાદેવ મંદિરે શિવ ભક્તોની ભીડ જોવા મળી હતી. તેમજ ગિરનાર તળેટીમાં આવેલ ભવનાથ મહાદેવ મંદિર તેમજ શહેરમાં આવેલ ભૂતનાથ મંદિર સાથે તમામ શિવમંદિરોમાં સવારથી શિવભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટી પડયા હતા. આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવ ભક્તોએ વિશેષ પૂજન અર્ચન કરીને મહાઆરતીનો લાભ લીધો હતો. જેની સાથે ભગવાન ભોળાનાથને વિશેમ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો અને શહેરના તમામ શિવ મંદિરોમાં ભક્તોએ દર્શનની સાથે પીપળે પાણી રેડીને પિતૃકાર્ય કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી.