સરકાર ન તોડવા એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સમક્ષ 3 શરત મૂકી
દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના ઈખ બનાવવામાં આવે
- Advertisement -
શિંદેને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની માંગ
કોઈ પણ સ્થિતિમાં કોંગ્રેસ ગઈઙનો સાથ ન જોઈએ
દેવેન્દ્ર ફડણવીસ અને સી.આર.પાટીલ દ્વારા આ સમગ્ર ઓપરેશનને ચલાવવામાં આવી રહ્યું હોવાનું કહેવાય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગઇકાલે રાતે જ શિવસેનાના ધારાસભ્યો સુરતમાં આવવાના છે એ વાતને લઈને તૈયાર સી. આર. પાટીલ સક્રિય થઇ ગયા હતા. રાત્રે જ તેઓ ગાંધીનગરથી સુરત આવી ગયા હતા, સાથે જ હોટલમાં પણ શિવસેનાના ધારાસભ્યોને મળ્યા હોવાનું સુત્રો કહી રહ્યા છે. દેવેન્દ્ર ફડનવીસ અને સી.આર.પાટીલ દ્વારા વિધાન પરિષદની ચૂંટણીના ચૂંટણી સમયે જ ખેલ પાડી દીધો હતો, જેથી ઉદ્ધવ ઠાકરે સરકારમાં ખળભળાટ મચ્યો છે.
મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકાર અત્યાર સુધીના સૌથી મોટા સંકટમાં છે. શિવસેનાથી નારાજ ધારાસભ્યોએ સુરતમાં ધામા નાખ્યા છે. શિવસેનાના કદાવર નેતા એકનાથ શિંદેએ બળવાનું બ્યુગલ ફૂંક્યું છે. એકનાથ શિંદે શિવસેનાના સંભવિત 29 જેટલા ધારા સભ્યો સાથે સુરત પહોંચ્યા છે. આ તમામ ધારા સભ્યો સુરતની લા મેરિડીયન હોટલમાં રોકાયા છે.
- Advertisement -
સરકાર ન તોડવા એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સમક્ષ 3 શરત મૂકી છે. 1. ફડણવીસને મુખ્યપ્રધાન બનાવવામાં આવે 2. શિંદેને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની માંગ 3. કોઈ પણ સ્થિતિમાં કોંગ્રેસ ગઈઙનો સાથ ન જોઈએ. તેમણે કહ્યું કે, ગઈઙ કોંગ્રેસ સાથે છેડો ફાદી દો અને મહાવિકાસ અઘાડી સરકારનું વિસર્જન કરી દેવ અને ભાજપ સાથે ગઠબંધન કરી ફરીથી સત્તામાં આવી જાવ. આ દરમિયાન ભાજપના ધારાસભ્ય શિવેન્દ્રરાજ ભોસલેએ જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં બીજેપીની સરકાર હશે. આતો માત્ર શરૂઆત છે.
મહારાષ્ટ્રના કોંગ્રેસના 10 ધારાસભ્ય પણ ફૂટવાની આશંકા : રિપોર્ટ
મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારના મહત્વના પક્ષ શિવસેનાના અંદાજે 20થી વધુ ધારાસભ્યો મુંબઈ છોડીને હવે સુરત આવી પહોંચ્યા છે. જોકે શિવસેનાના આ 20 ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રમાં સરકાર તોડવી સંભવ નથી. અપક્ષ ઉમેદવારો અને નાના પક્ષોના ધારાસભ્યોના સપોર્ટ થકી સરકાર બચાવી શકે છે પરંતુ બીજેપીને સરકાર બનાવવા માટે અન્ય ધારાસભ્યોની જરૂર પડી શકે છે.મળતા અહેવાલ અનુસાર કોંગ્રેસના પણ ધારાસભ્યો આ ખેંચતાણમાં તૂટી શકે છે. રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રના કોંગ્રેસના 10 ધારાસભ્યો પણ છેડો ફાડી શકે છે અને નવી બીજેપી સરકારને સપોર્ટ આપી શકે છે.
ભાજપ સરકાર બનાવે તો એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી બની શકે
મહારાષ્ટ્રમાં શિવસેનામાં બળવાની આગેવાની લેનારા એકનાથ શિંદે રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવી ગયા છે. રાજ્યના શહેરી વિકાસ અને જાહેર બાંધકામ ખાતાંના પ્રધાન શિંદે ચાર ટર્મથી ધારાસભ્ય છે અને તેમના પુત્ર શ્રીકાંત શિંદે પક્ષના લોકસભાના સભ્ય છે. 58 વર્ષીય શિંદેએ રાજકીય કારકિર્દીની શરૂઆત થાણેના મ્યુનિસિપલ કાઉન્સીલર તરીકે કરી હતી. તાજેતરમાં જ જેમના પરથી મરાઠીમાં બાયોપિક ધરમવીર રિલીઝ થઈ છે એવા શિવસેનાના થાણેના પાવરફૂલ લીડર આનંદ દીઘેનો હાથ પકડીને શિંદે રાજકારણમાં આગળ આવ્યા હતા. દીઘેના અવસાન બાદ થાણેમાં શિવસેના માટે સર્જાયેલો રાજકીય શૂન્યાવકાશ શિંદેએ ભરી દીધો હતો અને થાણે ઉપરાંત કલ્યાણ-ડોંબિવલી, ઉલ્લાહસનગર, અંબરનાથ સહિતની પાલિકાઓ, ધારાસભા અને લોકસભામાં પણ શિવસેનાનો ઝંડો લહેરાવવામાં સફળતા મેળવી હતી.
મહારાષ્ટ્રમાં ઉથલ- પાથલ : કોણ છે એકનાથ શિંદે
મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી એકનાથ શિંદે સાથે શિવસેનાનો સંપર્ક થઈ રહ્યો નથી અને તેઓ પાર્ટીના 29 ધારાસભ્યો સાથે ગુજરાતની એક હોટલમાં રોકાયેલા છે.
કોણ છે એકનાથ શિંદે?
શિંદેનો જન્મ 9 ફેબ્રુઆરી 1964માં થયો હતો અને વર્તમાન મહારાષ્ટ્ર સરકારના નગરવિકાસ મંત્રી છે. એકનાથ શિંદે શરૂઆતથી જ શિવસેના સાથે જોડાયેલા છે અને વર્તમાનમાં થાણેની પછપાખડી વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. તેઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં સતત 4 વખત 2004, 2009, 2014 અને 2019માં ચૂંટાયા છે. એકનાથ શિંદેને સીએમ ઉદ્ધવ ઠાકરેના નજીકના ગણાતા હતા અને તેમને માતો શ્રીના વફાદાર કહેવામાં આવતા હતા.
1980ના દાયકામાં શિવસેનામાં સામેલ થયા
1970-80ના દાયકાના મહારાષ્ટ્રના કોઈ પણ અન્ય યુવાની જેમ એકનાથ શિંદે પર પણ શિવસેના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરેનો મોટો પ્રભાવ હતો. તેઓ 1980ના દાયકામાં શિવસેનામાં સામેલ થયા અને તેમણે કિસાન નગરના શાખા પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા.
2004માં પહોંચ્યા વિધાનસભા
વર્ષ 1997માં એકનાથ શિંદેને શિવસેનાએ થાણે નગર નિગમ ચૂંટણીમાં કાઉન્સિલરની ટિકિટ આપી અને તેમણે ભારે બહુમતથી જીત પ્રાપ્ત કરી. 2001માં તેઓ થાણે નગર નિગમમાં સદનના નેતા તરીકે ચૂંટાયા, વર્ષ 2004માં એકનાથ શિંદે થાણે વિધાનસભા ચૂંટણી લડવાની તક આપી અને તેમણે ભારે બહુમતથી જીત મેળવી.
2014માં ચૂંટાયા વિધાયક દળના નેતા
એકનાથ શિંદેએ વર્ષ 2005માં શિવસેના થાણે જિલ્લા પ્રમુખના પ્રતિષ્ઠિત પદ પર નિયુક્ત કરવામાં આવ્યા. જે બાદ તેઓ 2009, 2014 અને 2019ના વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી. 2014ની ચૂંટણી બાદ એકનાથ શિંદેને શિવસેનાના ધારાસભ્ય દળના નેતા અને બાદમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા.