વિધાનસભા 68- વોર્ડ5માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાવતાં ધારાસભ્ય ઉદય કાનગડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિધાનસભા 68, વોર્ડ નંબર 5માં શીવમનગર, લાલપરી, શીવનગર મેઈન રોડ જુદા જુદા વિસ્તારોમાં ધારાસભ્ય ઉદયભાઈ કાનગડની ખાસ મરામત ગ્રાન્ટમાંથી 1.46 કરોડના ખર્ચે ડામર કામનું તથા પેપર કામનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું. આ તકે મેયર નયનાબેન પેઢડીયા, શહેરના મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલીયા, શહેરના હોદ્દેદારો, વોર્ડ સંગઠનની ટીમ, કોર્પોરેટરો, મોરચાના હોદેદારો, સેલ બુથ પ્રમુખ, બુથ વાલી, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જ, વોર્ડના તમામ શ્રેણીના કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ તકે વિસ્તારની બાળાઓ દ્વારા ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ સહિતના ઉપસ્થિત અગ્રણીઓનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સ્થાનિક અગ્રણીઓ દ્વારા અગ્રણીઓનું ફુલહારથી સન્માન કરવામાં આવેલ હતું. આ તકે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અને વિકાસ એકબીજાનો પર્યાય બની ગયા છે, કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના માનવીને તમામ સુખ-સુવિધાઓ સરળ રીતે ઉપલબ્ધ થાય તે માટે કામ કરી રહી છે ત્યારે વોર્ડ – 5માં ડામર અને પેવર કામથી વોર્ડના લોકોની સુખ અને સુવિધામાં વધારો થશે. આ તકે શાસક પક્ષના નેતા લીલુબેન, વોર્ડ નં. 5 પ્રભારી દુષ્યંત સંપટ, વોર્ડ નં. 5 પ્રમુખ પરેશ લિંબાસીયા, વોર્ડ નં. 5 મહામંત્રી દિનેશભાઈ ડાંગર, વોર્ડ નં. 5 મહામંત્રી જીલ્લાભાઈ સુસરા, શહેર ઉપપ્રમુખ પૂજાબેન પટેલ, કોર્પોરેટર દિલીપ લુણાગરિયા, કોર્પોરેટર રસીલાબેન સાકરીયા, શહેર અનુસૂચિત જાતિ મોરચા મહામંત્રી સંજયભાઈ બગડા, શહેર ભાજપ કિસાન મોરચા મહામંત્રી ભરતભાઈ રાદડિયા, બક્ષીપંચ મોરચા મહામંત્રી બાબુભાઈ માટીયા, પ્રવીણભાઈ આંબલીયા તેમજ શહેર કારોબારી મનુબેન રાઠોડ, રમાબેન ગોહિલ, મહિલા મોરચા વોર્ડ પ્રમુખ લાભુબેન માંગરોળીયા, સતીશ સતાપરા સહિતના બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.