ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી તિસ્તા નદીમાં પૂર આવ્યું. સેનાના 23 જવાનો ગુમ થયાના સમાચાર છે. વહીવટીતંત્રે આસપાસના લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.
ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક વાદળ ફાટવાથી તિસ્તા નદીમાં પૂર આવ્યું. સેનાના 23 જવાનો ગુમ થયાના સમાચાર છે. વહીવટીતંત્રે આસપાસના લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. આ દુર્ઘટનામાં ઘાટીમાં કેટલાક સૈન્ય મથકોને અસર થઈ છે. જ્યારે વાદળ ફાટ્યા બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ ત્યારે મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમંગ સિંગતમ પહોંચ્યા અને અહીં તેમણે પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
- Advertisement -
PHOTOS | 23 Army personnel reported missing after
a flash flood occurred in the Teesta River in Lachen Valley due to sudden cloud burst over Lhonak Lake in North Sikkim. More details are awaited.
(Source: Third Party) pic.twitter.com/J2VjasHcyn
— Press Trust of India (@PTI_News) October 4, 2023
- Advertisement -
સેનાના વાહનો પણ ડૂબી ગયા
ગુવાહાટીમાં ડિફેન્સ પીઆરઓએ કહ્યું, ઉત્તર સિક્કિમમાં લોનાક તળાવ પર અચાનક પૂર આવ્યું. 23 સૈનિકો ગુમ છે. ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે ડાઉનસ્ટ્રીમમાં પાણીની સપાટી અચાનક 15-20 ફૂટની ઉંચાઈએ પહોંચી ગઈ હતી. જેના કારણે સિંગતમ નજીકના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા સેનાના વાહનોને અસર થઈ હતી. સેનાના 23 જવાનો ગુમ થયાના અને 41 વાહનો કાદવમાં ડૂબી જવાના સમાચાર છે.
Bad news coming in from #Sikkim, #NorthBengal. Roads, entire bridges washed away in flash floods. Video 👇 pic.twitter.com/kAraEbqvZf
— Ananya Bhattacharya (@ananya116) October 4, 2023
જાન-માલનું નુકસાન થયું નથી
બીજેપી નેતા ઉગેન ત્સેરિંગ ગ્યાત્સો ભુટિયાએ જણાવ્યું હતું કે, સરકારી તંત્રને સ્થાને મૂકીને લોકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. કોઈ જાન-માલનું નુકસાન થયું નથી પરંતુ સિંગતમમાં જાહેર મિલકતોને નુકસાન થયું છે. કેટલાક લોકો ગુમ છે. એવી માહિતી છે કે તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે.