ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.5
પોરબંદર લોકસભા સામાન્ય ચુંટણી તેમજ પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે જુનાગઢ રેન્જ આઈ.જી નિલેષ જાજડીયાના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી ચૂંટણી અન્વયે જિલ્લાના તમામ થાણા અધિકારીઓ દ્વારા છેલ્લા 17 દિવસમાં 2399 થી વધુ ઈસમો વિરૂદ્ધ અટકાયતી પગલા સાથે અસરકારક કામગીરી કરેલ અને હજુ ચૂંટણી સમય સુધી કડક કામગીરી કરવામાં આવશે. પોરબંદર લોકસભા તથા વિધાનસભા ચૂંટણી અંતર્ગત પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા ચૂંટણીની તારીખો જાહેર થઈ ત્યારથી આદર્શ આચારસંહિતા અમલવારી બાબતે કડક હાથે કામગીરી છેલ્લાં 17 દિવસથી કરવામાં આવી રહી છે.
- Advertisement -
જેમાં દેશી-ઇંગ્લિશ દારૂના 203 કેસ,CRPC 107/116 હેઠળ 94 શખ્સો સામે કાર્યવાહી, CRPC-110 હેઠળ 1801 શખ્સો સામે કાર્યવાહી, CRPC-151 હેઠળ 243 શખ્સો સામે કાર્યવાહી,13 ગુનેગારો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી,માથાભારે ઈસમોને જિલ્લા બહાર તડીપારમાં 45 કેસ કર્યા હતા,કુલ 2138 શખ્સો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા તેમજ પરવાનેદાર હથિયારની સંખ્યા 836 માંથી 830 જમાં કરાવવામાં આવ્યા આ ઉપરાંત લોકો નિર્ભયતાથી મતદાન કરી શકે તે માટે કેન્દ્રીય રીઝર્વ દળ અને સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં સંવેદનશીલ વિસ્તાર ફુટ પેટ્રોલિંગ/ફ્લેગ માર્ચ કરવામાં આવી રહેલ છે.