ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ભક્તિનગર પોલીસે ત્રણ વર્ષ પહેલા ગાંજાના જથ્થા ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ત્રણ વર્ષ પહેલા 357 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા રાજકોટના ઘનશ્યામગીરી અને ખંભાળીયાના મુકેશગીરીને ઈઈંઉ ક્રાઇમે પાસા હેઠળ અમદાવાદ જેલહવાલે ધકેલવાનો હુકમ કર્યો છે. આથી ભક્તિનગર પોલીસે આરોપીને દબોચી જેલમાં ધકેલવા તજવીજ હાથ ધરી છે. ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં ત્રણેક વર્ષ પહેલા 357 કિલોના ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે બન્ને આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ ગઉઙજ દરખાસ્ત તૈયાર કરી ઈઈંઉ ક્રાઇમ ઉૠઙને મોકલાવતા તેમણે ગુનેગારોનો ઇતિહાસ તપાસ કરી પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલવા હુકમ કર્યો હતો.