રિલાયન્સ મોલના ગ્રુવી મલ્ટી સર્વિસમાંથી ફ્રીઝમાં સંગ્રહ કરલો બ્રેડ, પાઉં, પીઝાના 20 કિલો જથ્થાનો નાશ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાના ફૂડ વિભાગના રાજકોટમાં ઠેરઠેર દરોડા પડ્યા છે. આ કાર્યવાહીમાં ફૂડ પોસ્ટ ઉપરાંત અન્ય સ્થળ પરથી અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ‘ફૂડ પોસ્ટ’, અમીન માર્ગ, 150 રિંગ રોડ કોર્નર, છખઈ ગ્રાઉન્ડની તપાસ કરતાં સ્ટોર રૂૂમ તથા ફ્રીઝમાં સંગ્રહ કરેલો વિવિધ ખાદ્ય ચીજો જેમ કે ઘઉંનો લોટ 15 કિ.ગ્રા., બટેટા 4 કિ.ગ્રા., બટેટાનો મસાલો 3 કિ.ગ્રા., ઢોસા નો મસાલો 4 કિ.ગ્રા., બ્રેડ 4 કિ.ગ્રા., ચટણી 3 કિ.ગ્રા. મળીને કુલ 33 કી. ગ્રા. વાસી જથ્થાનો નાશ કરાયો હતો. જ્યારે “ગ્રુવી મલ્ટી સર્વિસ પ્રા.લી.” સ્થળ:- રીલાયન્સ મોલ, બીજો માળ, 150 ફૂટ રિંગ રોડની તપાસ કરતાં ફ્રીઝમાં સંગ્રહ કરેલા બ્રેડ, પાઉં, પીઝા બેઇઝ, બન, વગેરે મળીને કુલ 20 કિલો વાસી અખાદ્ય જથ્થાનો નાશ કરી નોટિસ અપાઈ હતી. જ્યારે પેડક રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી. જેમાં 9 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી.
- Advertisement -
મીઠા માવા, ખજૂર-આંબલીની ચટણીના નમૂના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સસ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ફૂડ શાખા દ્વારા કુલ 4 નમૂના લેવામાં આવ્યા હતા. મોરબી રોડ પર આવેલી જે.જે.સ્વીટ્સ એન્ડ ડેરી ફાર્મમાંથી મીઠો માવો, બાલાજી સેલ્સ એજન્સીમાંથી બાલાજીના નમકીન, ફૂડ પોસ્ટમાંથી ખજૂર-આંબલીની ચટણી, કેકેવી હોલા પાસે આવેલી પ્રભાત ડેરીમાંથી ચીઝના નમૂના લેવામાં આવ્યા હતા