જૂનાગઢ શિવ મંદિરોમાં ભોળાનાથ પાસે પ્રાર્થના કરતા મહેન્દ્ર મશરૂ
ત્રણ વર્ષથી શ્રાવણ માસમાં ખુલ્લાપગે શિવ મંદિરોના દર્શન કરતા પૂર્વ ધારાસભ્ય: જૂનાગઢ મીટર ગેજ લાઈને બ્રોડગેજ લાઈન મુદ્દે પૂવ ધારાસભ્યનું નિવેદન: રેલવે બાબુને સદબુદ્ધિ આપે વિનાશકારી પગલાં ના ભરે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાંથી અમરેલી, દેલવાડા મીટર ગેજ લાઈન પર ટ્રેન ચાલે છે અને આ મીટર ગેજ રેલવે લાઈનના 7 જેટલા ફાટકો શહેરની મધ્યમાં આવેલા છે ત્યારે તે રેલવે ફાટકો હટી જાય તેના માટે એક સમિતિ કાર્યરત થઇ છે અને તેના માટે વિરોધ પણ કરી રહી છે તેની સાથે આ મીટર ગેજ રેલવે લાઈનને શાપુર થી પ્લાસવા સુધી જોડી બ્રોડગેજ લાઈન બનાવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉઠી છે.
આ મુદ્દે હવે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ એ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે રેલવે તંત્રને ખરેખર બુદ્ધિ નથી ત્યારે હવે મીટર ગેજ લાઈન મુદ્દે હવે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ પણ ખુલીને સામે આવ્યા છે.
જૂનાગઢ મીટર ગેજ રેલવે લાઈનને બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિતનો મુદ્દો ઘણા સમયથી શહેરીજનો માટે પેચીદો બનતો જાય છે અને અવનવી ડિઝાઈનો બ્રોડગેજ માટે સામે આવી રહી છે.
એવા સમયે બોર્ડગેજ લાઈન બનાવાનું ટેન્ડર પણ બહાર પડયું છે તેવી વાતનું જોરશોર થી ચર્ચા જાગી છે એવા સમયે હાલની હયાત મીટર ગેજ લાઈન પર બ્રોડગેજ લાઈન બનશે અને શહેરની ટ્રાફિક સમસ્યા મુદ્દે અંડરબ્રિજ બુગદા બનશે તે વાતને લઈને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ એ રેલવે તંત્ર સામે આકરી પ્રતિક્રિયા આપી હતી.
મહેન્દ્રભાઈ મશરૂ એ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતુંકે હું છેલ્લા ત્રણ વર્ષથી પવિત્ર શ્રાવણ માસના દિવસોમાં ખુલ્લા પગે ચાલીને શહેરના અનેક શિવ મંદિરોમાં ભગવાન ભોળાનાથના દર્શન કરી લોક કલ્યાણની પ્રાર્થના કરું છું અને આ શિવ મંદિરોના દર્શન મારે કાઇ જોઇએ છે એ હેતુથી નથી નિકળ્યો પણ આ વર્ષે જુલાઇમાસમાં જે જૂનાગઢ શહેરમાં જળહોનારત થઇ તેમાં મકાન પડવાના લીધે મૃત્યુ પામેલા સદગત લોકો માટે ભગવાન પાસે પ્રાર્થના કરૂ છું તેની સાથે હોનારતમાં જે નુકશાન થયેલ છે. તેવા પરિવારોને પુન: સુખ શાંતિરૂપ રહે તેવી પણ ભોળાનાથ પાસે પ્રાર્થના કરૂ છું.
વધુમાં મહેન્દ્રભાઇ મશરૂએ જણાવતા કહ્યુ હતુ કે, જુલાઇ માસમાં ભયંકર જળહોનારત થવા છતાં રેલ્વે તંત્રને બુદ્ધી નથી સુજતી શહેરમાં જે 7 થી 8 ઠેકાણે બુગદા બને અને તેની દિવાલો બને તેના લીધે વધુ ભયજનક જળહોનાર થવાનું ઇજનેરો અને તજજ્ઞો માની રહ્યા છે.
તેમ છતાં રેલ્વે બાબુની બુઘ્ધી ઠેકાણે આવતી નથી અને બુઘ્ધીહીન કાર્ય ન કરે તેના માટે પણ પ્રાર્થના કરૂ છું. જૂનાગઢની પ્રજા ભયજનક સ્થિતિમાં જીવી રહી છે. તો આવનારા દિવસોમાં આથી પણ ભયાવહ સ્થિતિનું નિર્માણ થાય તો શું હાલત થાય એ પણ બાબતે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ અને ભગવાન ભોળાનાથ રેલ્વે તંત્રને સદબુઘ્ધી આપે અને આવા વિનાશકારી પગલા ના ભરે તેવી મહેન્દ્રભાઇ મશરૂએ રેલ્વે તંત્ર સામે તિખી પ્રતિક્રીયા
આપી હતી.