ખાસ-ખબર સંવાદદાતા
રાજયમાં દારૂબંધી કાગળ પર જ છે. તેનું ઉદાહરણ એ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં રાજયમાં દારૂ વેચતા બૂટલેગરો દારૂના અડ્ડાઓ કે ગેરકાયદેસર વેંચાણ થતુ હોય તેવા કેન્દ્ર સામે કુલ 48,387 ફરીયાદો કે રજુઆતો થવા પામી છે. આશ્ર્ચર્યની વાત એ છે કે સૌથી વધુ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ચૂસ્ત ગણાય છે. તેવા અને જંગી પોલીસ ફોર્સ ધરાવતા અમદાવાદ શહેરમાં જ ત્રણ વર્ષમાં 44,110 ફરીયાદો છે.
ભૂતકાળમાં કયારેય આટલી મોટી સંખ્યામાં દારૂના કારણે આટલી ફરીયાદો થઈ ના હોય તેવી સ્થિતિ રાજયમાં આકાર લઈ રહી છે.વિધાનસભામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર દ્વારા કરાયેલા સવાલના લેખિત જવાબમાં ગૃહ વિભાગ દ્વારા અપાયેલી માહીતી મુજબ વર્ષ 2020-21 માં 14214, 2021-22 માં 17,857, અને 2022-23 માં 16,316 ફરીયાદ અને રજુઆતો બૂટલેગરો અને તેમના અડ્ડાઓ વિરૂધ્ધમાં મળી હતી.
અમદાવાદમાં છેલ્લા 3 વર્ષનાં આ સમયગાળામાં 13,101, 16,540, અને 14,469 તેમજ અમદાવાદ ગ્રામ્યમાં 26,61 અને 77 બૂટલેગરો અને તેનાં અડ્ડાઓ સામે ફરીયાદો-રજુઆતો નોંધાઈ છે.
અમદાવાદ શહેરમાં 101, સુરત શહેરમાં 299, આણંદમાં 114, ભાવનગરમાં 111, સુરત ગ્રામ્યમાં 152, સાબરકાંઠામાં 85, ગાંધીનગરમાં 21, મહેસાણામાં 3, બનાસકાંઠામાં 72, ભરૂચમાં 45, ઈસમો સામે ગુના નોંધવામાં આવ્યા છે.