25 એકરની વિશાળ જગ્યામાં એકસ્પો માટે બાંધકામ કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
આંગણે આગામી તારીખ 7થી 10 જાન્યુઆરી 2024 દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વ્યાપાર-ઉદ્યોગ જગતને વૈશ્ર્વિક કક્ષાનું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પુરું પાડવા માટે ક્રાંતિકારી સંસ્થા સરદારધામના નેજા હેઠળ ૠઙઇજ દેશ કા એક્સ્પોનું મહા આયોજન કરવામાં આવ્યું છે. જેનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર આયોજન સાથે રાજકોટ ખાતે 25 એકરમાં વિશાળ આ એક્સ્પોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી દેશભરના વેપારીઓમાં ભાગ લેશે.
વડાપ્રધાનની નેમ સાથે સરદારધામ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે મિશન 2026ના અંતર્ગત સરદાર ધામ દ્વારા 2018 આ એક્સપરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં સર્વ સમાજના વેપારીઓ તેમજ લોકોનો સહયોગ મળે રહ્યો છે.
ૠઙઇજ ‘દેશ કા એક્સ્પો’ રાજકોટના નવા રીંગરોડ ઉપર એક લાખ ચોરસ મીટર જગ્યામાં વિવિધ કેટેગરીના 13 અત્યાધુનિક પેવેલિયનમાં એર કન્ડિશન ડોમ ઉભા કરવામાં આવશે. એકથી પણ વધુ કંપનીઓના અલગ અલગ સ્ટોલ ધારકો આ એક્ઝિબિશનમાં ભાગ લેશે. અત્યાર સુધીમાં 35થી પણ વધુ દેશમાં એક્સપો માટેનો પ્રચાર કરવામાં આવ્યો છે. દેશ-વિદેશની 100 બ્રાન્ડના સ્ટોલનું બુકિંગ કરવામાં આવ્યું છે.
આ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ માટે કુલ 36 દેશમાં માટે પ્રચાર-પ્રસાર કરવામા આવ્યો છે અને અન્ય વધારાના દેશોને જોડાવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. ચાર દિવસ દરમિયાન એક્સ્પોની દસ લાખથી વધુ લોકો મુલાકાત લે તેવા અંદાજ સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે. આ એક્સપોમાં દેશના ટોચના બિઝનેસ સ્પીકર અને મોટીવેશનલ સ્પીકર્સ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આવી ઈવેન્ટ્સ માટે 5000 ચોરસ મીટરનો ખાસ એરકંડીશન હોલ પણ તૈયાર કરવામાં આવનાર છે.