EDએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા, કલેક્ટરના બંગલામાંથી 100 ફાઈલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને ગઈકાલે ઈડી દ્વારા કરવામાં આવેલા દરોડા બાદ આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તપાસના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે, જેમને ઈડીની ટીમ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે વધુ પૂછપરછ અને પુરાવાઓ એકત્ર કરવા માટે ઈડી દ્વારા કોર્ટ પાસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે.
દરોડા દરમિયાન તપાસમાં ખુલ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જે ફાઇલનો વહિવટ કરવાનો હોય તે ઘરે લઇ જતા હતા. જેથી તેમના બંગલામાંથી 100 ફાઈલો જપ્ત કરવામાં આવી હતી, જેને લઈ કલેક્ટર પણ શંકાના દાયરામાં ઘેરાયેલા છે.
સુરેન્દ્રનગર નાયબ મામલતદારને અમદાવાદ ગ્રામ્યની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયા
સોલાર પ્લાન્ટમાં મોટાપાયે થયેલી જમીન સંપાદનનો મુદ્દો
- Advertisement -
સુરેન્દ્રનગરમાં મંગળવારે (24 ડિસેમ્બર, 2025)ને સવારે પરોઢીયે 5 વાગ્યે ઊઉએ રૂ. 1500 કરોડના જમીન સંપાદન કેસ મામલે કલેક્ટર, નાયબ મામલતદાર, કલેક્ટરના પીએ, વકીલ અને ક્લાર્કની પૂછપરછ હાથ ધરી હતી. રાત્રે 10 વાગ્યા સુધી તપાસ ચાલી હતી. ત્યાં સુધી કોઇ સત્તાવાર વિગતો સામે આવી નહોતી, પરંતુ કલેક્ટરે સત્તા સંભાળ્યા બાદ નળસરોવર, ધ્રાંગધ્રાના માલવાણ, લખતરના તલસાણા અને પાટડીમાં સોલાર પ્લાન્ટમાં મોટાપાયે થયેલી જમીન સંપાદનનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કલેક્ટર જે ફાઇલનો વહિવટ કરવાનો હોય તે ઘરે લઇ જતા હતા.
EDની રડારમાં મયુરસિંહ ગોહિલ અને ચેતન કણઝરીયા સહિતના વ્યક્તિઓ
ગાંધીનગર ઈડીની અલગ અલગ ટીમોએ સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરી વિસ્તારોમાં ધામા નાખ્યા છે. અનેક અધિકારીઓના ઘર અને કચેરીઓમાં દસ્તાવેજો તથા અન્ય વિગતોની તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જિલ્લા કલેક્ટર અને ના.મામલતદાર સિવાય મયુરસિંહ ગોહિલ અને ચેતન કણઝરીયા સહિતના વ્યક્તિઓ પણ ઈડીની રડારમાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય 5થી 6 સ્થળોએ પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
સતત 14 કલાક સુધી કલેકટરના નિવાસ્થાને સર્ચ ઓપરેશન ચાલ્યું
સતત 14 કલાક સુધી કલેકટરના નિવાસ્થાને સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. સવારથી ચાલેલા મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ઇડીના અધિકારીઓએ મીડિયા સાથે વાત કરવાનો ઈન્કાર કર્યો હતો. તપાસ કયા મુદ્દે હાથ ધરવામાં આવી છે તે અંગેનું કારણ અકબંધ રાખવામાં આવ્યું છે. જોકે, આ તપાસ બાદ અનેક બેનામી સંપત્તિઓ અને અન્ય ગેરરીતિઓના ખુલાસા થવાની શક્યતા છે. ઈડીએ રેડ દરમિયાન અનેક દસ્તાવેજી પુરાવા, રોકડ અને સોનાની તપાસ સહિત મહત્વપૂર્ણ માહિતી જપ્ત કરી હોવાનું ચર્ચાઈ છે.
કલેક્ટરના પી.એ જયરાજસિંહના ઘરે સર્ચ ઓપરેશન
મળતી માહિતી મુજબ ઈડી દ્વારા સવારથી જ સુરેન્દ્રનગર કલેક્ટર સહિત જિલ્લાના વિવિધ અધિકારીઓના ઘર અને ઓફિસોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કડીમાં લખતરના રહેવાસી અને કલેક્ટરના પી.એ તરીકે રહેલા જયરાજસિંહ ઝાલાના ઘરે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
અઠવાડિયા પહેલાં જ કલેક્ટરે ગ.અ. શાખાને વિખેરેલી
ઇડીએ મંગળવારે દરોડા પાડયા તેના ત્રણ દિવસ અગાઉ કલેક્ટર કલેક્ટર રાજેન્દ્ર પટેલે એન.એ. શાખાને વિખેરી નાખી હતી. એન.એ. શાખામાં રહેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને એક પટ્ટાવાળાને તાત્કાલિક અસરથી બદલી કરી નાખવામાં આવી હતી. તેને લઇ એન.એ.શાખામાં કોઇ કૌભાંડ થયું હોવાની આશંકા ઉઠી રહી છે.
ઊઉની ઇં.ઈં.ઞ.એ તપાસ હાથ ધરી હોવાની ચર્ચા
સુરેન્દ્રનગર કલેક્ટર સહિતને ત્યાં ઇડીની હેડક્વાર્ટર ઇન્વેસ્ટિગેશન યુનિટે (એચ.આઇ.યુ.) સર્ચ અને દરોડા પાડી હોવાની ચર્ચા થઇ રહી છે. એચ.આઇ.યુ. તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની મુખ્ય શાખા છે. આ યુનિટ મની લોન્ડરિંગ (નાણાકીય હેરાફેરી) અને વિદેશી મુદ્રાના કાયદાના ઉલ્લંઘન સંબંધિત અત્યંત સંવેદનશીલ અને હાઈ-પ્રોફાઈલ કેસોની તપાસ કરે છે.
આરોપી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે ઊઉની વિશેષ અદાલતમાં રજૂ કરાયો હતો. કોર્ટે ઊઉને શરૂઆતમાં ખખડાવી કે શા માટે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આરોપીને રજૂ ના કર્યો?. જેના જવાબમાં ઊઉએ કહ્યું કે, કેસની ગંભીરતાને જોતા સ્પેશ્ર્યલ કોર્ટમાં લાવ્યા છીએ. કોર્ટે ઊઉની અટક અંગે, ક્યારે અટક કરી, પરિવારને જાણ કરી વગેરે પ્રશ્ર્નો પૂછ્યા હતા. ઊઉએ કોર્ટને જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસમાં નોંધાયેલી ખંડણીની એક ફરિયાદની તપાસમાં આરોપી સામે વાંધાજનક મટીરિયલ મળી આવ્યું હોવાથી અટકાયત કરવામાં આવી છે.
સમગ્ર તપાસનું એપી સેન્ટર આ 5 જણાંનું નિવાસસ્થાન હતું. કલેક્ટરના બંગલામાંથી 100 ફાઇલ જપ્ત કરાઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટ ઊઉની ટીમે 1500 કરોડના જમીન સંપાદનમાં કટકી બટકીના આરોપસર વર્તમાન કલેક્ટર રાજેન્દ્રકુમાર એમ.પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ રવિરાજસિંહ ઝાલા, કલાર્ક મયુરસિંહ ગોહિલ અને હાઇકોર્ટના એક વકીલ સહિત પાંચ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આટલું મોટું જમીન કૌભાંડ ક્યાં આચરવામાં આવ્યું તે ચોક્કસ રીતે જાણી શકાયું નથી.



