30 IPS અધિકારી સાથે સરહદી જિલ્લા કચ્છ પહોંચ્યા હર્ષ સંઘવી
ખાસ-ખબર ન્યૂઝ ભુજ
- Advertisement -
જિલ્લાના વિવિધ સરહદી ગામડાઓની મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશ દેવી ક્ચ્છ ધણિયાણી મા આશાપુરાના દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ કચ્છના માતાના મઢ મંદિરે શીશ ઝુકાવીને ગુજરાતની જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત કચ્છ પધારેલા હર્ષ સંઘવીનું માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં બાળકીઓ દ્વારા હર્ષ સંઘવીનું કંકુના તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ માતાના મઢે શીશ ઝુકાવવા માટે પ્રસાદનો થાળ લઈને પહોંચ્યા હતા. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિકો પણ હાજર રહ્યા હતા.



