ઘુમ્મસના કારણે ઠેરઠેર વિઝિબીલીટી ઝીરો : વિમાનો – ટ્રેનના શિડયુલ ખોરવાયા
હાઈવે જેવા વિસ્તારોમાં ખૂબ ગાઢ ધુમ્મસ છે. જોકે, રહેણાંક વિસ્તારોમાં થોડી રાહત છે. ધુમ્મસ એટલું ગાઢ છે કે રાત્સા પર આવી રહેલા વળાંકનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ બની રહ્યું છે. સવારે 9 વાગ્યાની આસપાસ પણ પરિસ્થિતિ એવી જ હતી કે લોકોને વાહન ચલાવવા માટે ઈમરજન્સી લાઈટોનો સહારો લેવો પડ્યો છે.
- Advertisement -
ધુમ્મસના કારણે ટ્રેનોની ગતિ ધીમી પડી ગઈ છે. દિલ્હી આવતી 24 ટ્રેનો મોડી ચાલી રહી છે અને ફ્લાઈટને પણ અસર થઈ શકે છે. જોકે, દિલ્હી એરપોર્ટનું કહેવું છે કે વિઝિબિલિટી ઘણી ઓછી છે, જોકે અત્યાર સુધી તમામ ફ્લાઈટ્સ સમયસર ચાલી રહી છે. પરંતુ મુસાફરોએ તેમની મુસાફરી અંગે એરલાઈન્સ પાસેથી માહિતી લેતા રહેવું જોઈએ.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આજે ખૂબ જ ગાઢ ધુમ્મસ રહેશે અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. દિલ્હીમાં આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. જાન્યુઆરીમાં તીવ્ર ઠંડી પડવાની ધારણા છે.
હવામાન વિભાગનું એમ પણ કહેવું છે કે દિલ્હીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આ સપ્તાહના અંતમાં જોવા મળી શકે છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. આ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે.
- Advertisement -
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલમાં 4 થી 7 જાન્યુઆરી સુધી હિમવર્ષા અને 5 અને 6 જાન્યુઆરીએ ભારે વરસાદની સંભાવના છે. હિમાચલ ઉપરાંત, વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં 5 જાન્યુઆરીએ ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. ઉપરાંત, 4 થી 6 જાન્યુઆરી દરમિયાન દિલ્હી સહિત ઉત્તરીય મેદાનોમાં હળવા વરસાદની સંભાવના છે.
હવામાન આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ અનુસાર, આજે પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. તમિલનાડુના દરિયાકાંઠાના અલગ-અલગ સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે.
દેશના અનેક રાજયો શિત લહેરની ઝપટમાં છે. જયારે ઉતર ભારતમાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા અને મેદાની ક્ષેત્રોમાં ઠંડી હવા અને ઘુમ્મસથી ગામજનનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. નવા વર્ષની શરૂઆત શીત લહેરથી થઈ હતી. એક જાન્યુઆરીથી પંજાબ, હરિયાણા અને યુપીમાં ઠંડી વધી ગઈ. આગામી એક સપ્તાહમાં તાપમાનનો પારો વધુ નીચે આવી શકે છે.
આઈએમડીએ યુપી અને એમપીમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. જોકે યુપીમાં તાપમાનમાં સુધારાના સંકેત આપ્યા છે આથી યુપીમાં જયાં દિવસે ઠંડીથી લોકોને રાહત મળશે જયારે રાત્રે ઠંડી વધશે. આજે યુપીમાં હવામાન શૂષ્ક રહેવાની સંભાવના છે.
જયપુરમાં ઠંડી વધી:
જયપુરમાં ઠંડીથી બચવા તાપણાનો સહારો લે છે રાજસ્થાનમાં સીકરનો રણપ્રદેશ સૌથી ઠંડો વિસ્તાર નોંધાયો છે અહીં ન્યુનતમ તાપમાન 4 ડીગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે આજે રાજસ્થાનમાં અનેક ભાગોમાં શીત લહેરની ચેતવણી આપી છે.
પંજાબનાં અમૃતસરના પણ આવા જ હાલ:
અત્રે અનેક ઠંડી અને ઘુમ્મસથી અનેક લોકોના બેહાલ છે. ઠંડીના કહેરથી લોકો બહાર નથી નીકળતા અનેક જિલ્લામાં વિઝીબીલીટી ઝીરો પર પહોંચી ગઈ છે.
જમ્મુ-કાશ્મીરમાં બરફવર્ષા
જમ્મુ-કાશ્મીરમાં ‘પીર કી ગલી’ સહીત અનેક ઉંચાઈવાળા વિસ્તારમાં ભારે બરફ વર્ષાના કારણે મુગલ રોડ પર આવન-જાવન બંધ રહી હતી. બરફ વર્ષાના કારણે રાજયનાં અનેક માર્ગો બંધ રહ્યા હતા.