ખાસ-ખબર સંવાદદાતા
પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચનો આજે ત્રીજો દિવસ છે. તેઓ હરિયાણાની શંભુ બોર્ડર પર પાક માટે એમએસપીની ગેરંટી સહિતની અન્ય માંગણીઓ પૂરી કરવા ધામા નાંખ્યા છે. અહીં હરિયાણા પોલીસે ખેડૂતોને 7 લેયર બેરિકેડ અને ટીયર ગેસના શેલ છોડીને 3 દિવસ માટે રોક્યા છે. પંજાબમાં ખેડૂતોએ આજે ઘણા ટોલ પ્લાઝા ફ્રી કરાવ્યા હતા. તો પૂર્વ જાહેરાત મુજબ રેલવે ટ્રેક પર બેસી વિરોધ અને સુત્રોચ્ચાર કર્યા હતા. હરિયાણા સાથે જોડાયેલી પંજાબની ખનૌરી અને ડબવાલી બોર્ડર પણ ત્રણ દિવસ માટે બંધ છે. બીજી તરફ આજે ફરી 3 કેન્દ્રીય મંત્રીઓ ચંદીગઢમાં ખેડૂત નેતાઓ સાથે આંદોલન ખતમ કરવા માટે બેઠક કરશે. બંને પક્ષો વચ્ચે 7 દિવસમાં આ ત્રીજી બેઠક હશે. આ દરમિયાન, ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું- કેન્દ્રએ અમારી વાતો સાંભળવી પડશે, નહીં તો જે થશે તે યોગ્ય રહેશે નહીં. અમે આજે કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરી છે અને અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી તેમની સાથે વાત કરે જેથી અમે અમારી માંગણીઓના ઉકેલ સુધી પહોંચી શકીએ.
- Advertisement -
જો મોદી MSPની ગેરંટી આપશે તો હું તેમને ખેડૂતોના નેતા માનીશ: સંજય રાઉત
શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ સંજય રાઉતે કહ્યું- દેશમાં જ્યારે પણ સંકટ આવે છે ત્યારે કાં તો મોદી વિદેશમાં રહે છે અથવા તો કોઈ જંગલ સફારીમાં વ્યસ્ત હોય છે. જ્યારે પુલવામા હુમલો થયો અને આપણા 40 જવાનો શહીદ થયા ત્યારે વડાપ્રધાન જીમ કોર્બેટમાં શૂટિંગ કરી રહ્યા હતા. હવે ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે, તેમને ઘણી સમસ્યાઓ છે, પછી તે લઘુત્તમ ટેકાના ભાવ હોય કે અન્ય માંગણીઓ, વડાપ્રધાન વિદેશમાં મંદિરનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. જો મોદીજી ખજઙની ગેરંટી આપે તો હું સમજીશ કે મોદી ખરેખર ખેડૂતોના નેતા છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી ખજઙ મામલે જે રીતે આંદોલન ચાલી રહ્યું છે, ભાજપનો એક પણ નેતા આગળ આવીને બોલી રહ્યો નથી. મોદીજી ખેડૂતોને આત્મહત્યા કરવાની ગેરંટી આપી રહ્યા છે.