70 જેટલી સ્વાદિષ્ટ અને પોષણક્ષમ વાનગીઓ મુલાકાતીઓએ નિહાળી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત ગરીબ કલ્યાણ સંમેલનમાં આઇસીડીએસના પોષણક્ષમ વાનગીઓના સ્ટોલ-પ્રદર્શને સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. આ સ્ટોલમાં 70 જેટલી સ્વાદિષ્ટ અને પોષણક્ષમ વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ વાનગીઓ નિહાળી મુલાકાતીઓના મોઢામા પણ પાણી આવી ગયું હતું. પરંતુ ખાસ વાત એ છે કે, આ વાનગીઓ બાળ શક્તિ માતૃશક્તિ, અને પૂર્ણા શક્તિમાંથી તૈયાર કરવામાં આવી છે. જે પ્રોટીન, આયર્ન, મિનરલ્સ, વિટામિન્સ સહિતના પોષક તત્વોથી ભરપૂર હતી.બાળકોને વધારાનું 10 થી 12 તથા સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓને 15 થી 20 ગ્રામ વધારે પ્રોટીનની જરૂરિયાત હોય છે. જે આ ત્રિ-શક્તિના માધ્યમથી મળી રહે છે.
- Advertisement -
આ વાનગીઓના પ્રદર્શનની મહિલા સહિત જે કોઈ આ સ્ટોલની મુલાકાત આવ્યા તેમને ખ્યાલ આવે છે કે, અવાર નવાર ઘરમાં જ બનાવતામાં આવતી લાપસી, ખાટીયા ઢોકળા, સરગવાના થેપલા, મુઠીયા, જીરા પુરી વગેરે જેવી વાનગીઓમાંથી પણ ભરપૂર પોષણ મળી રહે છે. પણ હા શરત એટલી જ છે કે, આ વાનગીઓ બાલ, માતૃ અને પૂર્ણ શક્તિ એટલે કે ત્રિ શક્તિમાંથી બનાવેલી હોવી જોઈએ. ખાસ કરીને આ જાહેર મેળાવડામાં લોકો પોષણક્ષમ આહાર વિશે જાગૃતિ કેળવી અને પોષણક્ષમ આહાર રોજબરોજના જીવનમાં પણ આરોગતા થાય તેવા આશય સાથે આ સ્ટોલના માધ્યમથી લોકોને જાણકારી આપવામાં આવી હતી.