હિંદુ સંગઠનનો આરોપ, ‘સરકારી જમીન પર બાંધવામાં આવી’
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
- Advertisement -
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક મસ્જિદ તોડી પાડવાની માગને લઈને થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસના લાઠીચાર્જમાં સાત પોલીસકર્મીઓ સહિત 27 લોકો ઘાયલ થયા છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે બરાહત વિસ્તારમાં બનેલી મસ્જિદ સરકારી જમીન પર બનાવવામાં આવી છે. જોકે, જિલ્લા પ્રશાસને સ્પષ્ટતા કરી હતી કે મસ્જિદ જૂની છે અને મુસ્લિમ સમુદાયના લોકોની જમીન પર બનેલી છે. પ્રદર્શનકારીઓને મસ્જિદ તરફ જતા રોકવા માટે વહીવટીતંત્રે ગંગોત્રી નેશનલ હાઈવે પર બેરિકેડ લગાવી દીધા હતા. તેને હટાવવા માટે દેખાવકારો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી પરંતુ પોલીસે તેમને આગળ વધવા દીધા ન હતા.
થોડી જહેમત બાદ પ્રદર્શનકારીઓ બેરિકેડિંગ પાસે ધરણા પર બેસી ગયા અને હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગ્યા. થોડા સમય પછી, જ્યારે તેઓએ બેરિકેડિંગ હટાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ.
અધિકારીઓએ જણાવ્યું કે આ દરમિયાન પથ્થરમારો શરૂ થયો, ત્યારબાદ પોલીસે પહેલા ટીયર ગેસના શેલ છોડ્યા અને પછી લાઠીચાર્જ કર્યો. લાઠીચાર્જમાં કેટલાક પ્રદર્શનકારીઓ અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તે જ સમયે, દેખાવકારોનો આરોપ છે કે પરિસ્થિતિને વધુ ખરાબ કરવાના ષડયંત્રના ભાગરૂપે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
ઉત્તરકાશીના પોલીસ અધિક્ષક (જઙ) અમિત શ્રીવાસ્તવે કહ્યું કે પથ્થરમારાની ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. તેની ચકાસણી કરવામાં આવી રહી છે. આરોપીઓની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હવે શહેરમાં સ્થિતિ સામાન્ય અને શાંતિપૂર્ણ છે. પુરતો પોલીસ બંદોબસ્ત તૈનાત છે. મસ્જિદની આસપાસ સુરક્ષા પણ કડક કરવામાં આવી છે.
- Advertisement -
પરિસ્થિતિને વધુ ખરાબ કરવાના ષડયંત્રના ભાગરૂપે પથ્થરમારો થયો: દેખાવકારોનો આક્ષેપ
સમગ્ર વિસ્તારમાં BNSSની ધારા 163 લાગુ
સમગ્ર સ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસ અને પ્રશાસનની તરફથી ત્વરિત કાર્યવાહી કરવામાં આવી. જિલ્લામાં મોડી સાંજે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની ધારા 163 લાગુ કરવામાં આવી છે. જે હેઠળ જિલ્લામાં પાંચ અથવા પાંચથી વધારે વ્યક્તિના એકત્રિત થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સિવાય, સભા, જુલુસ, દેખાવ અને ધ્વનિ વિસ્તારક યંત્રનો ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ધારા 163ના ઉલ્લંઘન પર કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. ઘટના બાદ પોલીસે રેલીમાં ભાગ લેનારને શાંતિ જાળવી રાખવા અને કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવાની અપીલ કરી છે. તેમ છતાં, શહેરમાં તણાવનો માહોલ યથાવત છે અને બજારમાં સામાન્ય ગતિવિધિ પ્રભાવિત થઈ રહી છે. પોલીસે લાઠીચાર્જના વિરોધમાં આજે હિન્દુ સંગઠનોએ બંધનું એલાન કર્યું છે. આ દરમિયાન સવારથી જ દુકાનો બંધ છે. જેના કારણે યાત્રીઓને પાણી મળવાની પણ મુશ્ર્કેલી થઈ રહી છે. પોલીસ અને પ્રશાસનવ સ્થિતિ પર નજર રાખી રહી છે અને કોઈપણ અપ્રિય ઘટનનાને રોકવા તત્પર છે.