રાજકુમાર કોલેજના શિક્ષકે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસમાં 24 માસૂમ બાળકોને ફડાકાં ઝીંક્યા: વિદ્યાર્થિનીઓને પણ ન છોડી!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં રાજાશાહી કાળમાં સ્થપાયેલી રાજકુમાર કોલેજ દ્વારા ધોરણ-4નાં છાત્રો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો જેમાં એક છાત્ર દીઠ 7500 રૂપિયા ફી ઉઘરાવવામાં આવી હતી. આ પ્રવાસમાં બાળકોની દેખરેખ માટે સાથે ગયેલા શિક્ષકે બાળકોની જાળવણી કરવાને બદલે પોતાની માનસિકતાનો શિકાર બનાવ્યો હોવાની ધૃણાસ્પદ ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. વસીમ મન્સૂરી નામના શિક્ષકે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસમાં 24 માસુમ બાળકોને ફડાકા માર્યા હોવાની ફરિયાદ વાલીઓએ કરતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે આ ફરિયાદ બાદ તાત્કાલિક શાળા સંચાલકો દ્વારા આ અમાનુષી અત્યાચાર ગુજારનાર શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. 7500 રૂપિયા ફી ઉઘરાવી પ્રવાસમાં લઇ ગયા બાદ સમયસર ભોજન પણ બાળકોને નહિ આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
રાજકોટની રાજકુમાર કોલેજ પોતાના શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ માટે વિખ્યાત છે પરંતુ આ શાળામાં બાળકોના સુચારુ સિંચન અને જ્ઞાન આપવા માટે આવતા શિક્ષકોની માનસિકતાને લીધે રાજકુમાર કોલેજને નીચું જોવા જેવું થયું છે. રાજકોટમાં રહેતા અને રાજકુમારમાં જ અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ ચોંકાવનારી ફરિયાદ કરી છે જેમાં જણાવ્યું છે કે શાળાના ધોરણ ચારના છાત્રોને ત્રણ દિવસના પ્રવાસ માટે લઇ જવામાં આવ્યા હતા. આ પ્રવાસ પેટે એક છાત્ર દીઠ 7500 રૂપિયા ફી ઉઘરાવવામાં આવી હતી. શાળાનો પ્રવાસ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યો હતો ત્યાં પ્રવાસમાં ગયેલા છાત્રોની જવાબદારી જે શિક્ષકને સોંપવામાં આવી હતી તે વસીમ મન્સૂરીએ અહીંયા બાળકો ઉપર રીતસરનો અત્યાચાર ગુજાર્યો હતો.
વાલીઓએ ફરિયાદ કરતાં સંચાલકોએ માત્ર શિક્ષકને સસ્પેન્ડ કર્યો: વિદ્યાર્થીઓ ઉપર અમાનુષી સિતમ ગુજારનાર શિક્ષક ઉપર પોલીસ ફરિયાદ કેમ નહીં?
ચાર ક્લાસના છાત્રો પાસેથી 7500 ફી ઉઘરાવી સમયસર ભોજન પણ નહીં આપ્યાનો આક્ષેપ
- Advertisement -
અહીં બાળકો જો લાઈનમાં ન ચાલે અથવા કોઈ બાળકો સાથે વાતચીત કરતા હોય તો સીધી ફડાકાવાળી શરુ કરી દીધી હતી અને શૈતાની પ્રકૃતિ ધરાવતા શિક્ષક વસીમે 24 માસુમ બાળકોને ફડાકા ઝીંક્યા હતા. વાલીઓએ કરેલી ફરિયાદમાં એવું પણ જણાવ્યું હતું કે સવારે સમયસર નાસ્તો કે બપોરે સમયસર ભોજન કરાવવાની જવાબદારી શાળાની અથવા સાથે ગયેલા શિક્ષકની હોય છે પરંતુ આ બાળકોને સમયસર ભોજન પણ નહિ આપતા બાળકોને ભૂખે ટળવળવાનો વખત આવ્યો હતો. આ ગંભીર બેદરકારી ઉપરાંત બાળકો ઉપર ગુજારવામાં આવેલ અત્યાચાર અંગે ખુદ ભોગ બનનાર 24 બાળકોએ ઘરે આવીને પોતાના વાલીઓને સમગ્ર હકીકત વર્ણવી હતી જેથી રોષે ભરાયેલા વાલીઓએ આ અંગે કડક કાર્યવાહી કરવા શાળા સંચાલકોને ફરિયાદ કરી હતી, વાલીઓનો રોષ જોઈને તાકીદે શાળા સંચાલકો દ્વારા આ અમાનુષી અત્યાચાર ગુજારનાર શૈતાન શિક્ષક વસીમ મન્સૂરીને સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો હતો. સામાન્ય રીતે કોઈપણ શાળા સંચાલક દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવે તો તેમાં સ્થાનિક પોલીસ કર્મચારીને સાથે લઇ જવા ફરજીયાત છે અને જો પ્રવાસમાં કોઈ સગીર કે કિશોરી હોય તો મહિલા પોલીસને પણ સાથે લઇ જવા ફરજીયાત હોય છે. રાજકુમાર કોલેજ દ્વારા આયોજિત આ પ્રવાસમાં ગયેલા બાળકોમાં દીકરીઓ પણ ગઈ હતી પરંતુ આ પ્રવાસમાં એકપણ મહિલા કે પુરુષ પોલીસને સાથે લઇ જવામાં આવ્યા ન હતા તે પણ શાળા સંચાલકોની ઘોર બેદરકારી દર્શાવે છે. હાલ કેટલાંક વાલીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસમાં વિદ્યાર્થીઓને વગર વાંકે મારનાર શિક્ષકને સસ્પેન્ડ કરી કેમ છોડી દેવાયો? તેના ઉપર પોલીસ ફરિયાદની કાર્યવાહી ખુદ શાળા સંચાલકોએ જ કેમ ન કરી?
છઊંઈમાંથી લઈ જવાયેલા પ્રવાસમાં જઘઙનું ઉલ્લંઘન, પોલીસકર્મી વિના જ વિદ્યાર્થીઓને લઈ જવાયા જઘઞ
રાજ્ય સરકારે સ્કૂલ પ્રવાસને લઇને કેટલાક નિર્ણય સાથેની એસઓપી બનાવી છે. સ્કૂલ પ્રવાસ દરમિયાન શાળા સંચાલકોએ યુનિફોર્મમાં સજ્જ બે પોલીસકર્મી સાથે રાખવા પડે છે. એટલું જ નહીં, પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ હોય તો મહિલા પોલીસકર્મી સાથે રાખવા અનિવાર્ય છે. આ ઉપરાંત સ્કૂલ મેનેજમેન્ટે પ્રવાસ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ જાણ કરવી પડે છે.આ નિયમો – એસઓપીનું ઉલ્લંઘન હાલ આરકેસીમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લઈ જવાયેલાં પ્રવાસમાં થયું હોવાનું જાણવા મળે છે. આરકેસીમાંથી પોલીસકર્મી વિના જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે લઈ જવામાં આવ્યા હતા. ઉપરાંત આ પ્રવાસ અંગે આરકેસીના સંચાલકોએ પોલીસને જાણ કરી હતી કે કેમ એ દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.
સંચાલકોએ ફરિયાદ ન નોંધાવી, વાલીઓને પણ ફરિયાદ ન કરવા આજીજી
બાળકો ઉપર સિતમ ગુજારનાર શિક્ષક વસીમ મન્સૂરીએ સમગ્ર મામલે માફામાફી કર્યા બાદ શાળા સંચાલકોએ પણ ભીનું સંકેલી લેવા મરણિયા પ્રયાસો કર્યા હતા પરંતુ વાલીઓનો સાતમા આસમાને પહોંચેલો રોષ જોઈને શાળા સંચાલકોએ માત્ર સસ્પેન્ડ કરી હળવા પગલાં લીધા હતા આટલી ગંભીર બાબતમાં શાળા સંચાલકોએ પોતાની રાજકુમાર કોલેજની શાખ બચાવવા માટે પોતે ફરિયાદ નહીં નોંધાવી શિક્ષકનો લૂલો બચાવ તો કર્યો સાથોસાથ પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે તે માટે શાળા સંચાલકોએ વાલીઓને પણ પોલીસ ફરિયાદ નહીં નોંધાવવા આજીજી કરી હતી.
વિકૃત વસીમના ભરોસે બાળકોને પ્રવાસે મોકલવા શાળાની ભૂલ
રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરાવતા શિક્ષક વસીમ મન્સૂરી આટલી હદે વિકૃત માનસિકતા ધરાવે છે તે અંગે શાળા સંચાલકો અજાણ હોય તે વાત માનવામાં આવતી નથી તેમ છતાં આવી માનસિકતા ધરાવતા શિક્ષકના ભરોસે બાળકોને પ્રવાસમાં મોકલીને શાળાએ મોટી ભૂલ કરી છે.
માત્ર સસ્પેન્ડ નહીં અત્યાચારી શિક્ષકને ડિસમિસ કરવા વાલીઓની માંગ
જે 24 છાત્રો સાથે શિક્ષકે માર માર્યો છે તે શિક્ષકને શાળા સંચાલકો દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જો કે શાળાના આ નિર્ણયથી વાલીઓ હજુ પણ સંતુષ્ટ નથી જે બાળકોને પોતાના માતા-પિતા પણ હાથ અડાડતા ન હોય તે બાળકો ઉપર શિક્ષકે હાથ ઉપાડ્યો તે બાબત ખુબ નિંદનીય છે ત્યારે આ શિક્ષકને માત્ર સસ્પેન્ડ નહિ તેને ડિસમિસ કરવા વાલીઓએ માંગ ઉચ્ચારી છે.
વિદ્યાર્થીઓને હિંસાથી સુરક્ષિત રાખવા ઉંઉં એક્ટ અને છઝઊ એક્ટનો કાયદામાં ઉલ્લેખ
દિલ્હી સ્કૂલ ઓફ એજ્યુકેશન રૂલ્સ, વર્ષ 1973માં કેટલીક જોગવાઈઓ હતી, જેમાં શિસ્ત જાળવવા માટે બાળકોને શારીરિક સજા થઈ શકે છે પરંતુ, દિલ્હી રાઇટ ટુ એજ્યુકેશન રૂલ્સ 2011માં જોગવાઈ કરવામાં આવી છે કે, કોઈપણ બાળકને શારીરિક સજા થવી જોઈએ નહીં. આ કારણે તેને માનસિક ત્રાસમાંથી પણ પસાર થવું પડે છે. જો કોઈ શારીરિક સજા આપે તો તેને જુવેનાઈલ એક્ટ-2015 અને છઝઊ-2011 હેઠળ સજા થઈ શકે છે. હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એક વકીલનું કહેવું છે કે, ‘જુવેનાઇલ જસ્ટિસ એક્ટ (ઉંઉં એક્ટ) અને છઝઊ હેઠળ ખોટા ઇરાદાથી જાણી જોઇને બાળકને માર મારવામાં આવે તો તેના માટે કાયદામાં જોગવાઈ છે. છઝઊની કલમ 17(1)માં બાળકને શારીરિક સજા કે માનસિક ત્રાસ આપવા પર પ્રતિબંધ છે અને કલમ 17(2)માં સજાની જોગવાઇ છે. એવું કહેવામાં આવ્યું છે કે, કોઈપણ બાળકને શારીરિક કે માનસિક ત્રાસ આપી શકાય નહીં. આના ઉલ્લંઘન પર દંડ અને સજાની જોગવાઈ છે.’



