અંદાજે 8 કરોડથી વધુની કિંમતની જમીન ખુલ્લી કરાવતી ટાઉન પ્લાનિંગ શાખા
ખાસ-ખબર સંવાદદાતા
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના આદેશાનુસાર રાજકોટ મહાનગરપાલિકા હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનીગ શાખા દ્વારા ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 1484.00 ચો.મી.ની અંદાજીત 8,44,75,000/- કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજરોજ રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલી અલગ-અલગ અનામત હેતુના પ્લોટ પર કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ- બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 1484.00 ચો.મી.ની અંદાજીત 8,44,75,000/- કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ટી.પી.સ્કીમ નં.13 (કોઠારીયા) (અંતિમ)ના અંતિમ ખંડ નં. 24/1/એ (સોસીયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર) હેતુના અંબીકા એન્જીનીયરીંગ નજીક, રાજકોટ 1- ચા તથા પાનના પતરાનો શેડ જેની કિંમત રૂા. 5,02,15,000, તથા જીત ઇન્ડસ્ટ્રીઝ પાછળ, રિદ્ધિ સિદ્ધિ પાસે કમ્પાઉન્ડ વોલ તથા રૂમનું બાંધકામ જેની કિંમત રૂા. 3,42,60,000 છે. આમ કુલ 1484.00 ચો.મી. 8,44,75,000/-ની કિંમતની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખાનાં તમામ આસી. ટાઉન પ્લાનર, આસી. એન્જીનીયર, એડી. આસી. એન્જીનીયર, સર્વેયર, વર્ક આસિસ્ટન્ટ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.