યુનિ.રોડથી રૈયા રોડને જોડતો ટી.પી રોડ ખુલ્લો કરાવવા કિડની હોસ્પિટલ પાસે કાર્યવાહી હાથ ધરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે સવારથી જ યુનિવર્સિટી રોડ પર આવેલી કિડની હોસ્પિટલ નજીક ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજીત 20 જેટલા મકાનોને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી રોડથી રૈયારોડને જોડતો ટીપી રોડ ખુલ્લો કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. યુનિવર્સિટી રોડ પર કિડની હોસ્પિટલ નજીક 20 જેટલા મકાનો પાડવા અંગેની અગાઉ સ્થાનિકોને નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ આજે વહેલી સવારે મનપાની ટીપી શાખાની ટીમ પહોંચી હતી અને 20 જેટલા મકાનોને ડિમોલિશન કરવાની કાર્યવાહી કરી હતી. આ વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો હતો.