રૈયા અને મવડી વિસ્તારની ટી.પી.સ્કીમ 22 અને 21 અંતર્ગત દબાણો દૂર કરાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજકોટના રૈયાધાર અને મવડી વિસ્તારમાં મકાનનું ડિમોલીશન કરી 10.29 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે. ટાઉન પ્લાનીગ સ્કીમ નં.22-રૈયા તથા 21-મવડીના અમલીકરણના ભાગરૂપે તથા રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થતા અનામત પ્લોટમાં થયેલા ગેરકાયદેસર દબાણ/બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 1794 ચો.મી.ની અંદાજીત 10 કરોડ 29 લાખની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
- Advertisement -
રૈયા અને મવડી વિસ્તારમાં ટી.પી. સ્કીમ 22 અને 21 મવડીમાં આવતા કાચા-પાકા મકાન, ઝૂંપડાનાં દબાણો દૂર કરી 1794 ચો.મી. જગ્યા ખુલ્લી કરી 10 કરોડ 29 લાખની જમીન ખુલ્લી કરવામાં આવી છે. જો કે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આ સિવાય નાણાવટી ચોક, શાંતિનિકેતન પાર્કમાં આવેલી શિવ કટલેરી અને ખોડિયાર ઈમિટેશન અને ધરમનગરના કક્કડ હાઉસના છાપરા નડતરરૂપ હોવાથી દૂર કરવામાં આવ્યા હતા. આ ડિમોલિશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના અધિકારી આસી. ટાઉન પ્લાનર એમ. આર. મકવાણા, આર. એમ. વાછાણી તથા વેસ્ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્ટાફ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ, રોશની શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો