ટાઉન પ્લાનીગ શાખા દ્વારા રૈયા, મવડી, નાના મવામાં ગેરકાયદે દબાણો પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાએ મેગા ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરી છે. ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ટી.પી. સ્કીમ નં.5-નાનામવા(અંતિમ) તથા ટી.પી. સ્કીમ નં.16-રૈયા(અંતિમ) તથા વોર્ડ નં.12ના મવડી વિસ્તારના પ્રપોઝડ 12.00 મી ટી.પી. રોડને ખુલ્લા કરવાના ભાગરૂપે નડતરરૂપ થયેલા ગેરકાયદેસર દબાણ અને બાંધકામ દુર કરવામાં આવ્યા હતા. જેમાં 10589 ચો.મી.ની અંદાજીત 73.98 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી. આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનિંગ શાખાના વેસ્ટ ઝોનના આસિ. ટાઉન પ્લાનર જી. ડી. જોષી, આર. એન. મકવાણા તથા વેસ્ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્ટાફ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.