વોર્ડ નં.1,9,10 અને 11ના અનામત પ્લોટ પર મનપાનું બૂલડોઝર ફરી વળ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપા દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. વોર્ડ નં-1,9,10 અને 11ના અનામત પ્લોટ પર આવેલા દબાણો પર બૂલડોઝર ફરી વળ્યું હતું. મનપાની ટીપી શાખા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. આ ડિમોલિશનમાં મનપાએ 86.65 કરોડની 11974 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છેઆ ડીમોલિશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના આસી. ટાઉન પ્લાનર એમ. આર. મકવાણા, આર. એમ. વાછાણી તથા વેસ્ટ ઝોનનો તમામ ટેકનિકલ સ્ટાફ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ, રોશની શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.
- Advertisement -
મેગા ડિમોલિશનની દરમિયાન કોઈ અઈચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી થઈ રહી છે. ડિમોલિશન પહેલા તંત્ર દ્વારા જગ્યા ખુલ્લી કરવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી હતી. પરંતુ જગ્યા ખુલ્લી ન થતા આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.