મનપાએ બનાવેલા કૃત્રિમકુંડમાં 970 પ્રતિમાનું વિસર્જન થયું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર અને જિલ્લામાં આસ્થાભેર ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. બાદ ભાવભેર ગણેશજીને વિદાય આપવામાં આવી રહી છે. જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા તૈયાર કરેલા કૃત્રિમ કુંડમાં 970 પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરમાં ઠેરઠેર ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. સવાર-સાંજ ગણેજીની પુજા,અર્ચના કરવામાં આવી રહી છે.તેમજ શહેરમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લોકો પોતાની યથાશક્તિ ગણેશજીની સેવા કરી ભાવભેર વિદાય આપી રહ્યાં છે અને ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરી રહ્યાં છે. જૂનાગઢમાં પહેલા લોકો ઓઝત નદી, દામોદરકુંડ,નારાયણધરા સહિતની જગ્યાને ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરતા હતાં. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી મહાનગર પાલીકા દ્વારા ભવનાથમાં કૃત્રિમકુંડ બનાવવામાં આવે છે. અહીં લોકોને પ્રતિમાનું વિસર્જન કરવાનું કહેવામાં આવી રહ્યું છે.ચાલુ વર્ષે પણ કૃત્રિમકુંડ બનાવ્યો છે. આજસુધીમાં આ કૃત્રિમકુંડમાં 970 પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું છે.