ટાઉન પ્લાનિંગ શાખાનું મેગા ઓપરેશન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત ગેરકાયદે બાંધકામ પર તવાઈ કરવામાં આવી રહી છે. ત્યારે ફરી એકવાર રાજકોટના વેસ્ટ ઝોન હેઠળના વિસ્તારોમાં ભારે ડીમોલેશન કરવામાં આવ્યું છે. જેમાં 13.28 કરોડની કુલ 1563 ચો.મી.માંથી ગેરકાયદે બાંધકામ તોડી પાડીને જગ્યાને ખુલ્લી કરાઈ છે. નાયબ કમિશનરચેતન નંદાણીનાઆદેશાનુસાર તથા સીટી એન્જીનીયર વેસ્ટ ઝોન- કુંતેશ કે. મહેતાના માર્ગદર્શનહેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા તા.21/02/ર0ર5ના રોજ રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ અનામત પ્લોટ તથાટી.પી. રોડ પર થયેલ અનઅધિકૃત બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં 1563.00ચો.મી.ની અંદાજીત 13.28 કરોડની જમીન ખુલ્લી કરાવેલ છે.
- Advertisement -
ડીમોલેશનની વિગતો ક્રમ 1. વેસ્ટ-9 ટી. પી. સ્કીમ નં.4-રૈયા (આખરી), એફ.પી.નં.450, નટરાજનગરપી.પી.પી. આવાસ યોજના-19, સાધુવાસવાણી રોડ, રૈયા, રાજકોટ જેમાં પાકા મકાનો સંખ્યા-6 અને અંદાજીત જગ્યા 1563.00ચો.મી. જેના 85000/ ચો.મી. ભાવ મુજબ કુલ 13.28 કરોડ. ક્રમ 2. વેસ્ટ-12 ટી. પી. સ્કીમ નં.14-વાવડી(મુસદારૂપ), 15.00 મી. તથા 15.24 મી. ટી.પી. રોડ, ટ્રુ-વેલ્યુની પાછળ, રાજકોટ પાકા મકાનો સંખ્યા-5, મંદિર-1 79.00 મી. ટી.પી. રોડ લંબાઈ. બંને જગ્યા મળીને કુલ 13.28 કરોડની 1563.00 ચો.મી. જમીન પર કાર્યવાહી કરાઈ છે.આ ડીમોલીશનમાં ટાઉનપ્લાનીંગ શાખા, વેસ્ટઝોનનાં બંને આસી. ટાઉન પ્લાનર તથા તમામ આસી. એન્જીનીયર, એડી. આસી. એન્જીનીયર, હેડ સર્વેયર, સર્વેયર અને વર્ક આસિસ્ટન્ટ તેમજ અન્ય જુદી-જુદી શાખાઓ જેવી કે, આવાસ યોજના શાખા, જગ્યારોકાણશાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસસ્ટાફ તથા ઙ.ૠ.ટ.ઈ.ક. અને ગુજરાત ગેસ કંપની લી.ના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા.



