65 કરોડની 16610 ચો.મી. જમીન ખુલ્લી કરાવી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદે બાંધકામનું ડીમોલીશન કરવામાં આવ્યું હતું.
સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકી વોર્ડ નં.3 માં સાધુ વાસવાણી કુંજ રોડ પર ટી.પી. સ્કીમ નં.19 (રાજકોટ) ના એફ.પી.નં. 13/બી, એસ.ઈ. ડબ્લ્યુ.એસ. હાઉસિંગ હેતુના અનામત પ્લોટ માંથી 6-ઝુંપડા તથા મોહન પાર્ક વિસ્તારમાં એફ.પી.નં. 16/ઈ, ગાર્ડન હેતુના અનામત પ્લોટમાંથી 1 ટોયલેટ તેમજ વોર્ડ નં.2માં એચ.સી.જી. હોસ્પિટલ પાછળ ટી.પી. સ્કીમ નં.9 (રાજકોટ) ના એફ.પી. નં.આર-1, રહેણાંક વેચાણ હેતુનાના અનામત પ્લોટમાંથી 8 ઝુંપડાનું થયેલ ગેરકાયદે બાંધકામ દુર કરી, અંદાજે 65 કરોડની કિંમતની 16610 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.