અંદાજે 117 કરોડની કિંમતની 21,193 ચો.મી. જમીન ખુલ્લી કરાવી
રાજકોટ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વોર્ડ નં-2માં મોચીનગરમાં ટીપી રોડ પર ખડકાયેલા ગેરકાયદે ઝૂંપડા તથા મકાન પર મહાનગરપાલિકા દ્વારા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ડિમોલીશન બાદ 21193 ચો.મી.ની 117 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
- Advertisement -
મ્યુનિ. કમિશનર આનંદ પટેલની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.14/09/2023 ના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તાર પૈકીવોર્ડ નં.2માંમોચીનગરવિસ્તારમાં ટી.પી. સ્કીમ નં.9(રાજકોટ), એફ.પી.નં. સી/3 તથાસી/4 (વાણીજ્ય વેચાણહેતુ)ના અનામત પ્લોટમાં થયેલ 1પાકુંમકાનતથા23ઝુંપડાનુંગેરકાયદેસર બાંધકામ દુર કરી, અંદાજે 117 કરોડની કિંમતની 21,193 ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.