બાયપાસ પહોળો કરી વચ્ચે ડીવાઇડર મુકાવ રજુઆત કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરનો વિકાસ થઇ રહ્યો છે. ખાસ કરીને જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી,ખામધ્રોળ ચોકડી, ખલીલપુર ચોકડી, મધુરમ ચોકડી પર તેજગતીએ નવા પ્રોજેકટ આવી રહ્યાં છે. જૂનાગઢ બાયપાસ નવો બનતા જુના બાયપાસ ઉપર કોમ્ર્શીયલ બાંધકામ થઇ રહ્યાં છે.જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી ઉપર સૌથી મોટી બે હોસ્પિટલ આવેલી છે. આ ઉપરાંત અનેક નવા દવાખાના શરૂ થયા છે અને હજુ આગામી દિવસોમાં શરૂ થવાની શકયતા રહેલી છે. તેમજ અન્ય કોમ્ર્શીયલ પ્રોજેકટ તૈયાર થયા છે અને અનેક પ્રોજેકટનું કામ તેજગતીએ ચાલી રહ્યું છે.
- Advertisement -
બાયપાસ ઉપર છેલ્લા એક વર્ષમાં મોટી સંખ્યાં ખાણીપીણી માટે રેસ્ટોરેન્ટ પણ શરૂ થયા છે. લોકો જૂનાગઢ શહેર મધ્યનાં ટ્રાફીકમાંથી બહાર જમવા જવાનું પસંદ કરી રહ્યાં છે. જૂનાગઢ બાયપાસ ઉપર અનેક દુકાનો,હોટલ,રેસ્ટોરેન્ટ, દવાખાના, કોમ્ર્શીયલ બાંધકામ થઇ રહ્યાં છે.જેના કારણે જૂનાગઢ બાયપાસ ઉપર ટ્રાફીક પણ વધ્યો છે.
આગામી વર્ષોમાં વધુ વિકાસ થવાનો છે. ત્યારે જૂનાગઢનાં બાયપાસને પહોંળો કરવાની જરૂર છે. બાયપાસ રોડની બન્ને બાજુ 4-4 ફૂટ પહોળો કરી વચ્ચે ડીવાઇડર મુકાવની જરૂરીયાત ઉભી થઇ છે. રોડી નજદીક બાંધકામ થઇ જાય તે પહેલા જૂનાગઢ બાયપાસને પહોંળો કરવાની જરૂર છે. રોડની વચ્ચે ડીવાઇડર મુકવામાં આવે તો ટ્રાફીકની સમસ્યા પણ દુર થઇ શકે તેમ છે. વહેલી તકે જૂનાગઢ બાયપાસ કે,સાબલપુર ચોકડીથી લઇ મધુરમ ચોકડી સુધી પહોળો કરી વચ્ચે ડીવાઇડર મુકવાની માંગ છે. કમિશ્ર્નર અને સ્થાયતી સમિતીનાં ચેરમેનને ખીમજીભાઇ રામને રજુઆત કરી હતી.