CYSS દ્વારા ભાજપ સરકાર ‘હાય-હાય’ના નારા લગાવી વિરોધ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
‘લાડલી બહેના’ યોજના વિશે તો તમે બધાએ સાંભળ્યું જ હશે, પરંતુ હવે મહારાષ્ટ્રમાં ‘લાડલા ભાઈ યોજના’ શરૂ થવા જઈ રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ નવી યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ મહારાષ્ટ્ર સરકાર 12મું પાસ કરનારા યુવાનોને દર મહિને 6000 રૂપિયા આપશે, જ્યારે ડિપ્લોમા કરનાર યુવાનોને 8 હજાર રૂપિયા અને ગ્રેજ્યુએટ યુવાનોને દર મહિને 10,000 રૂપિયા આપશે ત્યારે હવે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ આ યોજના શરૂ કરવામાં આવે તેવી માંગ સી.વાય.એસ.એસ.એ કરી છે.
આજરોજ બહુમાળી ચોક ખાતે સી.વાય.એસ.એસ. દ્વારા ભાજપ સરકાર હાય-હાયના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો અને નરેન્દ્ર મોદી, અમિત શાહ, સી. આર. પાટીલ અને ભુપેન્દ્ર પટેલે યુવાનોને લોલીપોપ આપી છે તેમ જણાવ્યું હતું. આ સાથે મોદી અને શાહ સહિતના નેતાઓના માસ્ક પહેરી લોલીપોપ સાથે વિરોધ નોંધાવ્યો હતો અને રસ્તો રોકી ગુજરાતમાં લાડલા ભાઈ યોજના શરૂ કરવા માંગ કરી હતી.