રાવળીયાવદર ગામના સરપંચ દ્વારા કોઝવે સમારકામ અંગે લેખિત રજૂઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
ધ્રાંગધ્રા નારીચાણા રોડ છેલ્લા કેટલાય સમયથી સિંગલ પટ્ટી હોવાના લીધે ત્રણ ગામના સ્થાનિકો દ્વારા આવર નવાર રોડ પહોળો બનાવવા માટેની માંગ કરી છે પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી તેવામાં ધ્રાંગધ્રા – મૂળી તાલુકાને જોડતા આ રોડ પર જસાપર, નારીચાણા, રાવળીયાવદર સહિત ધ્રાંગધ્રા તાલુકાના ત્રણ ગામોના ગ્રામજનોને આવવા જવા માટેના રોડ પર આવેલ ક્રોજવે છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં હોવાનું રાવળીયાવદર ગામના સરપંચ દ્વારા જણાવ્યું છે. જસાપર ગામ નજીક આવેલ આ ક્રોજવે જર્જરિત હોવાના લીધે અહીં નારીચાણા અને રાવળીયાવદર ગામના ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે તેવામાં ચોમાસાની સીઝનમાં વરસાદી પાણી ક્રોજવે પરથી નીકળતું હોવાના લીધે બંને ગામોના લોકોને ભયના ઓથ હેઠળ અહીંથી પસાર થવું પડે છે ત્યારે જર્જરિત ક્રોઝવેનું તાત્કાલિક સમારકામ થાય તેવી રાવળીયાવદર ગામના સરપંચ રતનસિંહ ઠાકોર દ્વારા લેખિત રજૂઆત સાથે માંગ કરી છે