વઢવાણ ઐતિહાસિક નગરને મહાનગરપાલિકામાં નામ આપવા મામલે આંદોલનના ભણકારા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
સુરેન્દ્રનગર સહજત રાજ્યની 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી ચૂક્યા બાદ દરેક ક્ષેત્રને મહાનગરપાલિકા તરીકે જાહેર કરાઈ છે જેમાં જરૂરી અધિકારીઓની પણ નિમણૂક કરી દેવામાં આવી છે પરંતુ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નિર્માણનું બોર્ડ લગતા જ અહીં વિવાદ ઉભો થયો હતો જેમાં અગાઉ સુરેન્દ્રનગર – વઢવાણ – દુધરેજ સંયુક્ત નગરપાલિકા હતી જે હવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની ચૂકી છે પરંતુ વર્ષો પૂર્વે વઢવાણ જે ઐતિહાસિક નગરી તરીકે જાણીતું હતું અને જેના નામથી સુરેન્દ્રનગર ઓળખાતું હતું તે હવે વિસરી ગયું છે.
- Advertisement -
એટલે કે વઢવાણનું નામ ભુંસાઈ જતા કેટલાક જાગૃત નાગરિકો દ્વારા પણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં વઢવાણ નગરનું નામ ઉલ્લેખ કરવા માંગ કરી હતી આ સાથે વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજ કૈલા દ્વારા મુખ્યમંત્રીને લેખિત પત્ર લખી વઢવાણની ઓળખ યથાવત રાખવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના બદલે “સુરેન્દ્રનગર – વઢવાણ મહાનગરપાલિકા” નામકરણ કરવા માટે રજૂઆત કરાઈ છે ત્યારે સુરેન્દ્રનગર મનપા નિર્માણ થતા જ નામનો વિવાદ શરૂ થતાં આગામી દિવસોમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નામકરણ મામલે આંદોલનના પણ ભણકારા વાગી રહ્યા છે. ત્યારે જીવનું રહે છે કે ભાજપના પૂર્વ ધારાસભ્યે નામકરણ માટે કરેલી રજૂઆત કેટલા અંશે સફળ રહે છે.