જામનગરના યુવરાજ સોલંકીએ ફેસબુક પર મુકેલી પોસ્ટમાં મુસ્તાક મલેકએ કોમેન્ટ કરી
જામનગરના જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહી કરવા અરજી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી નંદનવન પાર્કમાં રહેતા સોલંકી યુવરાજ રાજેન્દ્રકુમાર નામના યુવાને 8 જુનના રોજ ફેસબુક એઉન્ટ પર એક પોસ્ટ મુકી હતી. આ પોસ્ટમાં તેમને લખ્યુ હતુ કે જામનગરમાં અમુક અધિકારીઓના પાપે અનેક મુંગા પશુઓનો જીવ ગયો જીવ હત્યા આતે કેવો તહેવાર ? આ શાબ્દીક પોસ્ટ ઓએલએકસ જામનગરના ગ્રુપમાં શેર થઇ હતી જેમાં મુસ્તાક મલકે નામના યુવાને તેમાં કોમેન્ટ કરી હતી. તે કોમેન્ટમાં તેને લખ્યુ હતુ કે ઓલ ઇસ વેલ સુક્ર હે વરના બકરેકી જગાહ તેરા સાર્ક અર્બન હોગા ચુપચાપ મોદી કી કુલ્ફી ખા વરના સર તન સે જુદાની ધમકી આપી હતી. ત્યારે આ ધમકી દેનાર સામે ગુનો નોંધી તાત્કાલીક કડક કાર્યવાહી કરવા જામનગરના જિલ્લા જિલ્લા પોલીસ વડાને અરજીના માધ્યમથી રજૂઆત કરી હતી.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતની શાંતીનો માહોલ ડોળવા માટે અમુક અસામાજિક તત્વો દ્વારા મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. અગાઉ પણ ગુજરાતના કિશન ભરવાડ, નવઘણ ભરવાડ દ્વારા સોશ્યલ મીડિયામાં પોસ્ટ મુકવા બદલ તેમને પણ આવી જ ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ તેમની હત્યા પણ કરી નાખવામાં આવી હતી ત્યારે આ વિષય પણ ગંભીરતાથી લઇ કોઇ બનાવ ન બને તેથી તાત્કાલીક કાર્યવાહી કરવા તેમજ મને અને મારા પરિવારને જાનનું જોખમ છે. તેમ જણાવી યુવરાજ સોલંકીએ કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.