લોકશાહી હટાવી પુન: રાજાશાહી સ્થાપવાની માંગ સાથે સંસદભવન સુધી રેલી નીકળી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા. 21
નેપાળની રાજાશાહી સમયકં રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (આરપીપી)ના સેંકડો નેતાઓ અને કાર્યકર્તાઓએ રવિવારે વડાપ્રધાનના આવાસ અને સંસદ ભવન પાસે એક વિરોધ રેલી કાઢવામાં આવી હતી. જેમાં રાજાશાહીને બહાલ કરવા અને નેપાળમાં હિન્દુ રાજય તરીકે સ્થાપિત કરવાની માંગ કરાઈ હતી.રવિવારે બિજુલીબજાર વિસ્તારમાં એકત્ર થયેલા લગભગ 1500 દેખાવકારોએ લોકશાહી પ્રણાલી મુર્દાબાદ અમને રાજાશાહી પાછી જોઈએ, ભ્રષ્ટ સરકાર મુર્દાબાદ, નેપાળને હિન્દુ રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરોના નારા લગાવાયા હતા.પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા વરિષ્ઠ નેતા પશુપતિ શમશેર રાણા અને પૂર્વ પોલીસ મહા નિરીક્ષક ધ્રુબ બહાદુર પ્રધાન સહિત અન્ય લોકોએ કર્યું હતું. દેખાવકારોએ કહ્યું હતું કે, તેઓ સરકારના આદેશની અવગણના કરશે અને પ્રતિબંધીત ક્ષેત્રોમાં પ્રવેશ કરશે.
- Advertisement -
આ જાહેરાત બાદ કાઠમંડુના સંવેદનશીલ ક્ષેત્રો, નયા બાનેશ્વર, બિજીલી, ગાજર, મૈતીધર, બાલુવતારમાં હજારો દંગા વિરોધી પોલીસને તૈનાત કરાઈ છે. સેંકડો દેખાવકારો ભદ્રકાળીમાં વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હતા.જયાં વડાપ્રધાન કાર્યાલય સહિત સરકારી સચીવાલય ભવન સ્થિત છે. આરઆરપીએ પણ જાહેરાત કરી છે કે તેમનું વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે તેમનું લક્ષ્ય રાજાશાહીને બહાલ કરવાનું છે.