કોઇ પણ પક્ષે આજ સુધી સ્થાનિકને ટીકીટ આપી ન હોવાનો સુર
ખાસ-ખબર સંવાદદાતા
આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ટીકીટને લઇ જ્ઞાતીવાદ અને પ્રદેશવાદ સામે આવી રહ્યો છે.તાલાલા વિધાનસભા બેઠકમાં સ્થાનિક વ્યક્તિને ટીકીટ આપવાની માંગ ઉઠી છે.આજ સુધી કોઇ પણ પક્ષે સ્થાનીક ઉમેદવારને ટીકીટ આપી નથી તેવો સુર ઉઠયો હતો.
- Advertisement -
તાલાલા વિધાનસભા બેઠક પર આગામી ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ મુદાને લઇ મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, કાર્યકરોની બેઠક મળી હતી. જેમાં તાલાલા પંથકમાંથી કોઈ પણ જ્ઞાતિ કે સમાજના વ્યકિતને ઉમેદવાર બનાવો પણ ટિકીટ સ્થાનિકને જ આપો એવો સૂર ઉઠ્યો છે. તાલાલા વિધાનસભા હેઠળ બે તાલાલા, સુત્રાપાડા તાલુકા આવે છે. જ્યારથી આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી આજ સુધી સ્થાનિક ઉમેદવાર ભાજપ, કોંગ્રેસે આપ્યા નથી. એવી નારાજગી પણ વ્યક્ત કરાઈ હતી.