જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવાયું
ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ તાલુકાનાં વિજાપુર, સોડવદર, ઘુડવદર ગામોમાં બે પાણીના વહેણનો પાળો તોડી ગામમાં વરસાદના પાણી ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા જમીન ધોવાણ થયું હતું આખા ખેતર સાફ થય ગયા પથર દેખાય ગયા પાકતો તણાય ગયો પણ ખેતર ની માટીનું પણ ધોવાણ થયું અને હજારોથી પણ વધારે વિધા જમીન નું ધોવાણ થયું ઘરવખરી તેમજ પશુનો ચારો તણાઈ ગયો અને તૈયાર પાકમાં ખુબજ મોટી નુકસાની જોવા મળી અને ખેડૂતોની હાલત દયાજનક છે.
- Advertisement -
એવા સમયે ભારતીય કિશાન સંઘની રૂબરૂ મુલાકાત કરી ખેડૂતોના ખેતર જઈ ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રવક્તા મનસુખભાઈ પટોળીયા રાષ્ટ્રીય અધિકારી વિઠ્ઠલભાઈ દુધત્રા જીલ્લા મંત્રી રાજેશભાઈ બુહા જીલ્લા સદસ્ય માલદે ભાઈ, રતી ભાઈ દીનેશભાઈ, ગોપાલભાઈ એ મુલાકાત લીધી અને આજે કલેકટર કચેરી ખાતે જુનાગઢના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર પત્ર આપી યોગ્ય રજૂઆત કરીને ખેડૂતોને વહેલી તકે સહાય અને પાણી પ્રશ્ર્નનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરવામાં હતી અને તેવી માંગણી કિશાન સંઘના મનસુખભાઈ પટોળીયા એ કરી હતી.