‘બધા મુસ્લિમ બની ગયા છે, હિન્દુઓ અહીંથી ભાગી જાઓ’ અને શિવાજી મહારાજ માટે ગંદી કોમેન્ટ કરનાર એડવોકેટ સોહેલની ધરપકડ : પોલીસે સ્થળ પર લઈ જઈ કર્યું રિકન્સ્ટ્રકશન
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં રાજકોટના એક એડવોકેટે સોશ્યલ મીડિયાના ગ્રુપમાં શિવાજી મહારાજની જયંતી નિમિત્તે મૂકાયેલ પોસ્ટે વિવાદ સર્જ્યો હતો. આવાસ યોજનામાં રહેતાં વકીલ સોહિલ મોરએ ધાર્મિક લાગણી દુભાય તેવી ગ્રુપમાં શિવાજી મહારાજની ગંદી કોમેન્ટ કરી હતી, ત્યારે આજરોજ એન.જી.ઓ.ની મહિલાઓએ આ એડવોકેટ પર દેશદ્રોહની કલમ લગાવવાની માંગ કરી હતી અને એડવોકેટ પાસે સ્થળ પર જઈ રિક્ધસ્ટ્રકશન કરાવવામાં આવ્યું હતું. શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ (મુંજકા રોડ) પાસે આવેલ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનશીપના રહેવાસીઓ અને એન.જી.ઓ.ની મહિલાઓ દ્વારા આજરોજ આ એડવોકેટ સામે દેશદ્રોહની કલમ લગાવવા સાથે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
- Advertisement -
આજે રસ્તા પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. આવાસ યોજનામાં રહેતા વકીલે ધાર્મિક લાગણી દુભાય તેવી ગ્રુપમાં શિવાજી મહારાજની ગંદી કોમેન્ટ કરી હતી. સ્થાનિકો સમજાવવા જતાં છરી સાથે આવાસ યોજના કવાર્ટસમાં આતંક મચાવી એક ફલેટના દરવાજાના ગણપતિ ભગવાનના તોરણને છરીથી તોડી નાખી નુકસાન કરી ધમકી આપી હતી તેમજ પોલીસને પણ માર માર્યો હતો. આ બાદ યુનિ. પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
સોહેલે ગણપતિની ફોટોફ્રેમ તોડી, પોલીસ સાથે મારપીટ કરી

- Advertisement -
શ્યામા પ્રસાદ મુખર્જી નગર આવાસમાં જાણે પાકિસ્તાન થઈ ગયું હોય તેવો વાણીવિલાસ આ એડવોકેટે કર્યો હતો. અહીંના રહેવાસીઓનું એક ગ્રુપ હતુ જેમાં આ એડવોકેટે શિવાજી મહારાજની ગંદી કોમેન્ટ કરી હતી અને સ્થાનિકોને સમજાવવા જતા છરી સાથે આવાસ યોજના કવાર્ટસમાં આતંક મચાવ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતીએ જ ફોટો પોસ્ટ કર્યો અને શિવાજી લૂંટારા હતી તેવી કોમેન્ટો કરતા મામલો ગરમાયો હતો. શિવાજી મહારાજને માતૃભૂમિ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે તેવા ભારતના વીર સપૂત છત્રપતિ શિવાજી મહારાજની આવી અભદ્ર ટિપ્પણી કરનાર સોહેલ મોર સામે કડક પગલાં લેવા માંગ કરી છે એટલું જ નહીં આ વકીલે ગણપતિની ફોટોફ્રેમ અને તોરણ પણ તોડી નાખ્યા અને ગેલેરીમાં છરી લઈ આંટા મારતો હતો ત્યારબાદ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી ત્યારે સોહેલ પોલીસ સાથે પણ મારપીટ કરી હતી.


