તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘે સિંચાઈ વિભાગને પત્ર લખ્યો
હિરણ નદી પરનો ચેકડેમ બે વર્ષ પહેલાં તૂટી ગયો છતાં તંત્રની આળસ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા ગીરથી ગલીયાવડ ગીર તરફ જતી હીરણ નદી ઉપર બંધાયેલ ચેકડેમ બે વર્ષથી તૂટી ગયેલ છે છતાં પણ ચેક ડેમની મરામત કરવા તંત્ર આળસ રાખતું હોય ખેડૂતોમાં ભારે રોષ ફેલાયેલ છે. હિરણ નદી કાંઠા ઉપર આવેલ તાલાલા અને ગલીયાવડ ગીર અને રમળેચી ગીર ગામના પાણીના તળ નું લેવલ કાયમી ઊંચું જળવાઈ રહે માટે નદી ઉપર ચેકડેમ બનાવવામાં આવેલ છે.આ ચેકડેમ બે વર્ષ પહેલા તૂટી ગયેલ છે જેથી નદીના પાણીનો સ્ટોરેજ થતો નથી.ત્રણેય ગામના ખેડૂતો માટે આશીર્વાદરૂપ ચેકડેમની મરામત કરવામાં વિલંબ થશે તો ચેકડેમ વિસ્તારમાં આવતા ત્રણેય ગામના પાણીના તળ ઉંડા જવાની ભિતી હોય ચેકડેમ ની તુરંત મરામત કરવા સિંચાઈ વિભાગની વડી કચેરીને પાઠવેલ પત્રમાં તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ પ્રવિણભાઈ છોડવડીયા એ માંગણી કરી છે.



