સુપ્રીમકોર્ટના નિવૃત ન્યાયમૂર્તિના અધ્યક્ષપદ હેઠળ તપાસ સમીતી રચવા કેન્દ્રને આદેશ આપવા માંગ: સર્વોચ્ચ અદાલતે તાકીદની સુનાવણી સ્વીકારી
સંસદમાં ગાજી રહેલો અદાણી હિડનબર્ગ વિવાદ હવે સુપ્રીમમાં પહોંચી ગયો છે અને હિડનબર્ગના રિપોર્ટ પર સુપ્રીમમાં મોનેટરીંગ સાથેની તપાસ માટે કરાયેલી અરજી અથવા તો સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયમૂર્તિના અધ્યક્ષપદ હેઠળ તપાસ સમીતી રચવા કેન્દ્રને આદેશ આપવાની માંગણી પર થયેલી રીટમાં આવતીકાલે સુનાવણી થશે. એડવોકેટ વિશાલ તિવારીએ સુપ્રીમમાં આ પીટીશન દાખલ કરીને તેને મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડ સમક્ષ તાકીદની સુનાવણીની માંગ કરી હતી.
- Advertisement -
SC to hear plea seeking enquiry on Hindenburg Research Report on Friday
Read @ANI Story | https://t.co/2W7tio59I5#SupremeCourt #HindenburgReport #hindenburg #Adani pic.twitter.com/IBndhYlRqN
— ANI Digital (@ani_digital) February 9, 2023
- Advertisement -
આજે સુપ્રીમકોર્ટની ખંડપીઠમાં જસ્ટીસ પી.એમ.નરસિમ્હા, જસ્ટીસ જે.પી.પારડીવાલા પણ આ ખંડપીઠમાં જોડાયા હતા અને હવે તેના પર આવતીકાલે સુનાવણી થશે. ગત સપ્તાહે સુપ્રીમકોર્ટમાં અન્ય એક ધારાશાસ્ત્રીએ અમેરિકી શોર્ટ સેલર કંપ્ની હિડનબર્ગના રિપોર્ટ અંગે કરેલી અરજીમાં ભારતના શેરબજારમાં રોકાણકારોના નાણાં ડુબાડવાનો ખેલ નંખાયો હોવાનું જણાવીને અરજી કરી હતી. તેઓએ પણ આજે પોતાની અરજી પર અલગથી વિચારણા કરવા માંગણી કરી છે. જો કે અદાણી ગ્રુપે આ અંગેના તમામ આક્ષેપો નકાર્યા છે.