65 લાખ ઊઙઋ-95 પેન્શનરોના જીવન-મરણનો પ્રશ્ર્ન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
દેશભરના 65 લાખથી વધુ ઊઙઋ-95 પેન્શનરોને વર્ષોથી નજીવી પેન્શનની રકમ મળવા સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. વધતી જતી મોંઘવારી અને જીવનનિર્વાહના પડકારો વચ્ચે, આ કર્મચારીઓ પોતાના જીવનના અંતિમ દિવસોમાં સન્માનભેર જીવી શકે તે માટે પેન્શનની રકમ વધારવાની સતત માંગણીઓ છતાં કોઈ નિવેડો ન આવતા હવે તેમણે સરકાર સમક્ષ ’હા’ અથવા ’ના’ માં સ્પષ્ટ જવાબ આપવા વિનંતી કરી છે.
કચ્છ-કાઠિયાવાડ-ગુજરાત ઊઙઋ95 પેન્શનર એસોસિએશન દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, લઘુત્તમ પેન્શનની મર્યાદા વધારવાનો સૈદ્ધાંતિક સ્વીકાર થયો હોવા છતાં અને ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા આ મુદ્દે સકારાત્મક અભિગમ સાથે ઊઙઋ વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોવા છતાં, પેન્શનરોને ઓછામાં ઓછું રૂ.7,500 પેન્શન મળવું જોઈએ તે વાતના સ્વીકાર બાદ પણ હજુ સુધી તેનો અમલ થયો નથી.
સંગઠનના જણાવ્યા મુજબ, કર્મચારીઓના જીવનભરની કમાણીના અબજો રૂપિયા ઊઙઋ ફંડમાં જમા હોવા છતાં, ઊઙઋવિભાગના અધિકારીઓ યેનકેન પ્રકારે આ પ્રશ્ર્નને ટલ્લે ચઢાવી રહ્યા છે, જેના કારણે 65 લાખથી વધુ કર્મચારીઓ અન્યાયકારી પરિસ્થિતિમાં જીવવા મજબૂર છે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો, આંદોલન, ભૂખ હડતાલ, મતદાનનો બહિષ્કાર અને આમરણાંત ઉપવાસ સુધીના લોકતાંત્રિક પ્રયાસો છતાં નિરાકરણ ન આવતા પેન્શનરોની ધીરજ ખૂટી છે. ગુજરાત ઊઙઋ 95 પેન્શનર એસોસિએશનના પ્રમુખ સલીમ ગુજરાતી, ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ અને પ્રોજેક્ટ ચેરમેન અમિષ ગોસાઈ દ્વારા દેશભરના 65 લાખ કર્મચારીઓ વતી વિનંતી કરવામાં આવી છે કે જો ઊઙઋ 95 આધારિત 65 લાખ કર્મચારીઓને પૂરતું પેન્શન ન આપવું હોય, તો સરકાર આ અંગે સ્પષ્ટ ’હા’ અથવા ’ના’ માં જવાબ આપે, જેથી આ સમગ્ર પ્રશ્ર્નને હવે કુદરતને સોંપી દેવામાં આવે.



