ભારે વરસાદ વચ્ચે પણ પદ્મકુંવરબા હૉસ્પિટલ સગર્ભાઓ માટે આશીર્વાદરૂપ બની
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
- Advertisement -
છેલ્લા પાંચ દિવસના ભારે વરસાદ અને તહેવાર દરમિયાન શહેરની પદ્મકુંવરબા હોસ્પિટલ સગર્ભાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. વરસતા વરસાદ વચ્ચે ખિલખિલાટની ટીમનો સહયોગ પ્રાપ્ત થયો હતો. છેલ્લા પાંચ દિવસ દરમિયાન પદ્મકુંવરબા હોસ્પિટલમાં કુલ 45 સગર્ભાઓની પ્રસુતિ કરાવવામાં આવી હતી. તહેવારોના દિવસોમાં પણ પદ્મકુંવરબા હોસ્પિટલના તબીબ સ્ટાફે હાજર રહી પ્રસુતિ કરાવી હતી, સાથે ખિલખિલાટની ટીમ દ્વારા પ્રસુતિ કરાવી ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ગતરોજ પડધરી તાલુકાના એક ગામે ખિલખિલાટની ટીમ ભારે વરસાદમાં ફસાઈ હતી. જો કે આગવી સુઝબુઝથી માતા-બાળકને ઘરે સુરક્ષીત ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. આમ પદ્મકુંવરબા હોસ્પિટલનો સ્ટાફ અને ખિલખિલાટની ટીમ ખડેપગે રહીને પોતાની ફરજ પૂર્ણ કરી હતી.