9 વોર્ડની 36 બેઠકો પર આગામી ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નિશ્ર્ચિત: રાજકીય પક્ષોની રણનીતિમાં મોટા ફેરફારોની સંભાવના
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા ધ્રાંગધ્રા નગરપાલિકાની આગામી ચૂંટણી માટે બેઠકોનું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. આ સીમાંકન મુજબ, કુલ 9 વોર્ડની 36 બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે, જેમાંથી 18 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ધ્રાંગધ્રાની કુલ વસ્તી 71,358 હતી.
- Advertisement -
હાલ ધ્રાંગધ્રા નગરપાલિકામાં ભાજપના 35 અને કોંગ્રેસના માત્ર 1 સભ્ય છે. જોકે, આગામી ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે. સીમાંકનમાં થયેલા આ મોટા બદલાવને કારણે કેટલાક વર્તમાન સભ્યોને પોતાની બેઠક છોડીને અન્ય બેઠકો પરથી નસીબ અજમાવવું પડી શકે છે. આ ઉપરાંત, રાજકીય પક્ષોને પણ નવા ઉમેદવારોની પસંદગી અને પોતાની રણનીતિમાં મોટા ફેરફારો કરવા પડી શકે છે.
9 વોર્ડની બેઠકોનું સીમાંકન (વર્ગ મુજબ)
નવા સીમાંકન મુજબ ધ્રાંગધ્રાના 9 વોર્ડમાં નીચે મુજબ બેઠકો નક્કી કરાઈ છે:
વોર્ડ-1: અનુસૂચિત વર્ગ, સામાન્ય વર્ગ, પછાત વર્ગ અને સામાન્ય વર્ગ.
વોર્ડ-2: પછાત વર્ગ, સામાન્ય વર્ગ, સામાન્ય વર્ગ અને સામાન્ય વર્ગ.
વોર્ડ-3: પછાત વર્ગ, સામાન્ય વર્ગ, પછાત વર્ગ અને સામાન્ય વર્ગ.
વોર્ડ-4: પછાત વર્ગ, સામાન્ય વર્ગ, અનુસૂચિત વર્ગ અને સામાન્ય વર્ગ.
વોર્ડ-5: સામાન્ય વર્ગ, સામાન્ય વર્ગ, પછાત વર્ગ અને સામાન્ય વર્ગ.
વોર્ડ-6: સામાન્ય વર્ગ, સામાન્ય વર્ગ, પછાત વર્ગ અને સામાન્ય વર્ગ.
વોર્ડ-7: પછાત વર્ગ, સામાન્ય વર્ગ, અનુસૂચિત વર્ગ અને સામાન્ય વર્ગ.
વોર્ડ-8: પછાત વર્ગ, સામાન્ય વર્ગ, સામાન્ય વર્ગ અને સામાન્ય વર્ગ.
વોર્ડ-9: સામાન્ય વર્ગ, સામાન્ય વર્ગ, પછાત વર્ગ અને સામાન્ય વર્ગ.
- Advertisement -
અનામતનો પ્રકાર બેઠકો મહિલાઓ અનામત બેઠકો
કુલ બેઠક 36 18
અનુસૂચિત જાતિ (જઈ) 3 1
પછાત વર્ગ (ઘઇઈ) 10 5
સામાન્ય વર્ગ 11 બાકીની (કુલ મહિલા બેઠકમાંથી અન્ય અનામત બાદ થતા)



