દિલ્હીના મેયરની ચૂંટણી માટે AAPએ બે માંગણીઓ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને પાર્ટીના અધિકારીઓ આ વિશે જાણકારી આપી હતી.
દિલ્હી નગર નિગમ (MCD)ના મેયરની ચૂંટણીનો મામલો હાલ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી (AAP) ના મેયર પદના ઉમેદવાર શૈલી ઓબેરોયે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કર હતી અને મેયરની ચૂંટણી “સમયબદ્ધ રીતે” હાથ ધરવામાં આવે તેવી પણ માંગ કરી હતી. જણાવી દઈએ કે આ મામલે શુક્રવારે એટલે કે આજે સુનાવણી થવાની શક્યતા છે. જણાવી દઈએ કે દિલ્હીના મેયરની ચૂંટણી માટે AAPએ બે માંગણીઓ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને પાર્ટીના અધિકારીઓ આ વિશે જાણકારી આપી હતી.
- Advertisement -
જણાવી દઈએ કે બે દિવસ પહેલા મંગળવારે બીજી વખત દિલ્હીના મેયરની ચૂંટણીમાં વિક્ષેપ પડ્યો હતો કારણ કે કેટલાક કાઉન્સિલરોના હોબાળા પછી ઉપરાજ્યપાલ દ્વારા નિયુક્ત કરાયેલા પ્રિસાઇડિંગ ઓફિસરે અનિશ્ચિત સમય માટે તેને સ્થગિત કરી દીધું હતું.
आम आदमी पार्टी ने Supreme Court में लगाई गुहार:
1️⃣MCD में जल्द से जल्द Mayor चुनाव कर सरकार बनाई जाए
2️⃣Aldermen को Voting का अधिकार नहीं; सुप्रीम कोर्ट, केंद्र और MCD को सख़्त आदेश दें
- Advertisement -
-AAP MLA @Saurabh_MLAgk pic.twitter.com/Qa6vhTyeki
— AAP (@AamAadmiParty) January 26, 2023
આમ આદમી પાર્ટીએ અરજીમાં આ બે વાત કહી
AAPના મેયરપદના ઉમેદવાર શૈલી ઓબેરોય અને પાર્ટીના નેતા મુકેશ ગોયલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં બે મુખ્ય મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. એક, નવા સેટઅપની પસંદગી સમયબદ્ધ રીતે થવી જોઈએ અને બીજું એલ્ડરમેનને મતદાન કરવાની મંજૂરી ન આપવી જોઈએ કારણ કે કાનૂન પણ તેની અનુમતિ નથી આપતું.
ભાજપ પર લગાવ્યો ગંદી રાજનીતિનો આરોપ
આ સાથે જ આમ આદમી પાર્ટીના પ્રવક્તા અને ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે “દિલ્હીની જનતાએ MCD ચૂંટણીમાં AAPને બહુમતી આપી છે પણ ભાજપ તેની ગંદી રાજનીતિ કરી રહી છે. ભાજપનું શાસન MCDમાં 2022માં જ ખતમ થઈ ગયું અને જનતાએ AAPને જીત અપાવી છે. અમે સુપ્રીમ કોર્ટમાં બે બાબતો મૂકી છે કે મેયરની ચૂંટણી સમયસર થવી જોઈએ અને તેમાં એલ્ડરમેનને મત આપવાનો અધિકાર નથી અને એમને મતદાન કરતા અટકાવવા જોઈએ.”
#WATCH | Delhi: A ruckus ensued at Civic Centre, MCD Headquarters soon after voting for Delhi Mayor began. The election is postponed as the House was adjourned sine die due to ruckus. pic.twitter.com/dTZty70RTi
— ANI (@ANI) January 24, 2023
ભાજપે પણ કર્યો વળતો પ્રહાર
AAPની અરજી પર વળતો પ્રહાર કરતાં દિલ્હી બીજેપીના કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું હતું કે ‘તમારે કોર્ટમાં પણ હારનો સામનો કરવો પડશે. એ લોકોએ કોર્ટમાં જણાવવું પડશે કે સાંસદમાં ખુરશી કોણે ફેંકી. સાંસદની અંદર કોણે હંગામો મચાવ્યો? આ દરેકની ફૂટેજ છે. ‘
MCDની બેઠકમાં થયો હતો હોબાળો
જણાવી દઈએ કે ભાજપ એ સદનમાં હંગામાનું પૂર્વ આયોજન કરવાનો આરોપ AAPએ મૂક્યો હતો અને દાવો કર્યો હતો કે ભાજપના કાઉન્સિલરો પ્લેકાર્ડ સાથે સદનની મધ્યમાં પહોંચ્યા હતા. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ના નવા ચૂંટાયેલા ગૃહની પ્રથમ બેઠક પણ AAP અને ભાજપના સભ્યોના હોબાળા વચ્ચે 6 જાન્યુઆરીએ સ્થગિત કરવામાં આવી હતી.