દિલ્હી સરકારે ઓડ-ઇવનને પ્રદુષણ ઘટાડવા માટે સારો વિકલ્પ ગણ્યો છે. તેમણે આ બાબતે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. સરકારે કહ્યું કે, આ ઉપાયથી રસ્તા પર ભીડ ઓછી જોવા મળી રહી છે.
સરકારે સુપ્રિમ કોર્ટે કહ્યું કે, ઓડ-ઇવન સ્કીમથી પેટ્રોલ-ડીઝલના વપરાશમાં 15 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓડ-ઇવન દરમ્યાન સાર્વજનિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ વધી ગયો છે. આ બાબતે આજે સુપ્રિમ કોર્ટ સુનાવણી કરશે. દિલ્હી સરકારે સુપ્રિમ કોર્ટને કહ્યું કે, ડીઆઇએમટીએસએ રિપોર્ટના પરિણામ અનુસાર, મોટા ભાગના વાહનો દ્વારા ઉત્પન્ન વાયુ પ્રદુષણમાં આવેલા ઘટાડાના કારણે સકારાત્મક પ્રભાવનો સંકેત આપ્યો છે, આ સિવાય દિલ્હીના રસ્તા પર ભીડમાં પણ ઘટાડાની સાથે-સાથે ઓડ-ઇવનની સ્કિમ જ્યાં સુધી ચાલુ છે, ત્યાં સુધી સાર્વજનિક ટ્રાન્સપોર્ટેશનમાં પણ વધારો જોવા મળશે.
- Advertisement -
સુપ્રિમ કોર્ટની તરફથી અને ઓડ-ઇવન પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. સુપ્રિમ કોર્ટે ઓડ-ઇવને ફક્ત દેખાડો બતાવ્યો હતો. પ્રદુષણ પર સુનાવણી દરમ્યાન સુપ્રિમ કોર્ટે આ ફોર્મ્યુલાને લઇને પ્રશ્નો ઉભા કર્યો છે. કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ સંજય કિશન કૌલે ઓડ-ઇવનને અવૈધિક કરાર કર્યો થે, જસ્ટિસ કૈલે દિલ્હી સરકારને કહ્યું કે, તમે પહેલા પણ ઓડ-ઇવનની સિસ્ટમ લાવી ચુક્યા છે, શું આ સફળ પ્રયોગ છે, કે ફક્ત દેખાડો છે.
દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદુષણની વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રાજધાનીમાં ઓડ-ઇન લાગુ થશે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જાણકારી આપી કે, 13થી 20 નવેમ્બરની વચ્ચે આ લાગુ કરવામાં આવશે.