દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે આબકારી જકાત નીતિ કેસમાં ચાલી રહેલી તપાસમાં સામેલ થયા નથી. ઇડીએ છઠ્ઠીવાર સમન જાહેર કરીને 19 ફેબ્રુઆરીના હાજર થવાનું કહ્યું હતું. આપએ કહ્યું કે, સમન્સની અવહેલનાનો કેસ હવે કોર્ટ પહોંચી ગયો છે. સમન્સને લઇને એજન્સી ખુદ કોર્ટે પહોંચી ગઇ છે. ઇડીએ કોર્ટના નિર્ણયની રાહ જોવી પડશે.
ઇડીએ આ પહેલા 2 ફેબ્રુઆરી, 17 ફેબ્રુઆરી, ત્રણ ફેબ્રુઆરી, 21 ડિસેમ્બર અને 9 નવેમ્બરના કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી હાજર થયા નથી. આ પહેલા આપે કહ્યું કે, કેજરીવાલે ઇડીને જવાબમાં પૂછ્યું કે, તેઓ આબકારી નીતિથી જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં આરોપી નથી, તો તેમણે સમન્સ કેમ જાહેર કર્યું છે.
- Advertisement -
Delhi CM Arvind Kejriwal will not appear before ED today. ED summons are illegal. The matter of the validity of the ED summons is now in court. Instead of sending summons again and again, ED should wait for the court's decision: Aam Aadmi Party
(file pic) pic.twitter.com/8ixqav0Dbe
— ANI (@ANI) February 19, 2024
- Advertisement -
કોર્ટેમાં હાજર થશે મુખ્યમંત્રી કેજરીવાલ
મુખ્યમંત્રી કેજરીવાલ ગયા શનિવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અદાલતમાં હાજર થયા. તેમણે અદાલતને આશ્વાસન આપ્યું કે, તેઓ દિલ્હી વિધાનસભાના બજેટ સત્ર પૂર્ણ થયા પછી માર્ચમાં કોર્ટમાં હાજર થશે. ત્યાર પછી અદાલતે આશ્વાસનનો સ્વીકાર કરતાં સુનાવણી 16 માર્ચના નક્કી કરી છએ. અદાલતે ઇડી દ્વારા તેમની સામે જાહેર કરેલા સમન્સનું પાલન ના કરવા પર ફટકાર લગાવી હતી.